જો તમે પણ તમારી આર્થિક પરિસ્થતિને કારણે પરેશાન છો, ખૂબ જ મહેનત કરવા છતાં આવકમાં વધારો નથી થતો તો તમે આ ઉપાય કરી શકો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, આ વસ્તુઓને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે તો આર્થિક સંકટમાંથી છૂટકારો મળી શકે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ રહે છે.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસીનો છોડ ચોક્કસથી વાવો અને સાથે જ રોજ સાંજે તુલસીના છોડ પાસે દીવો કરો. આમ કરવાથી ઘરમાં ધનની કમી આવશે નહી.
– ઘરના મુખ્ય દરવાજા પર લક્ષ્મી માતાના પદચિહ્નનું પ્રતિક લગાવવુ જોઇએ .આ ઉપાયથી ઘરમાં કોઇ પણ નકારાત્મક ઉર્જા પ્રવશેતી નથી, મા લક્ષ્મીની કૃપા સતત રહેશે.
– મા લક્ષ્મીની પદચિહ્નો સિવાય મુખ્ય દ્વાર પર તમે તેનો ફોટો લગાવી શો છો. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ આપોઆપ દૂર થઇ જાય છે અને લક્ષ્મીમા પ્રસન્ન થાય છે.
– ઘરના મુખ્ય દરવાજા પર તોરણ લગાવવુ જોઇએ. જોકે, તોરણ આસોપાલવ કે આંબા પાનથી બનેલુ હોવુ જોઇએ. તેમાં ફૂલ લગાવી શકાય છે. વાસ્તુ અનુસાર, આસોપાલવ અને આંબાના પાનનું તોરણ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશવા નથી દેતુ અને સુખ-સમુદ્ઘિ વધે છે.
– ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી કોઈની ખરાબ નજર નથી લાગતી અને વૃદ્ઘિ થાય છે. ધન-ધાન્ય ભરેલા રહે છે.
– ઘરના મુખ્ય દ્વાર પર જો સૂર્ય યંત્ર લગાવવામાં આવે તો તેણે શુભ માનવામાં આવે છે. સૂર્યને ઉર્જાને અને સકારાત્મક શક્તિઓને સ્ત્રોત માનવામાં આવે છે અને આર્થિક સમુદ્ઘિ પણ વધારે છે.
– સ્વસ્તિક અને શુભ-લાભ ગણેશજીને અત્યંત પ્રિય હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, સ્વસ્તિક ચિહ્ન ઘરના મુખ્ય દ્વારની ડાબી તરફ શુભ-લાભના પ્રતિક લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે.
– ઘરના મુખ્ય દરવાજા પાસે સુંગધિત છોડને કુંડા મૂકવા જોઇએ. જેથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશે અને ઐશ્વર્યની વુદ્ઘિ થાય. યાદ રાખો કે ફ્લાવર પોટ ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુએ હોવા જોઇએ.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.