હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે આવી ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ, નહીં તો અનર્થ થઈ જશે.

ધાર્મિક

હનુમાન ભક્તો બજરંગબલીને ખુશ રાખવા દરરોજ હનમાનજી પાઠ કરે છે. હનુમાનજીની મંગળવારે અને શનિવારે પૂજા કરવી જોઇએ. મહિલાઓએ મંગળવારના દિવસે હનુમાન ચાલીસા કરવી જોઇએ. આપણે રૂટિનમાં હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ, પરંતુ અનેક વખત તેને માત્ર રૂટિન બનાવીને જ મૂકી દઈએ છીએ. જ્યારે પણ ટાઇમ મળે છે જ્યાં પણ જેવી પણ સ્થિતિમાં હોય તેમ બેસીને વાંચી લઈએ છીએ. ચાલો જાણીએ હનુમાન ચાલીસા કરતી વખતે શું ભૂલ ન કરવી જોઇએ.

એવું કહેવાય છે કે જો હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલા તેમના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવા જોઇએ. તેથી સૌથી પહેલા શ્રીરામનું નામ લો. પછી હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરો.

હનુમાન ચાલીસા ક્યારેય મનમાં બોલવાને બદલે મોટેથી બોલવી જોઈએ. આ ઉપરાંત તેના ઉચ્ચારણ પણ સ્પષ્ટ બોલવા જોઈએ. ક્યારેક ઉતાવડમાં અનેક શબ્દો ખોટા બોલાઈ જતા હોય છે. જે યોગ્ય નથી. શાંતિથી કોઈ સ્થળ પર બેસીને પણ હનુમાન ચાલીસા બોલી શકાય છે. જેથી મન પણ શાંત થાય છે અને વ્યવસ્થિત રીતે બોલાય પણ છે.

હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા સંપૂર્ણપણે સ્વસ્થ એટલે કે ચોખ્ખાં કપડાં પહેરો અને સ્નાન કરી લો. જે આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાના હોય તે આસન લાલ રંગનું જ હોવું જોઈએ. જો આ આસન ઊનનું હોય તો વધુ સારું રહે છે.

હનુમાનજી બ્રહ્મચારી છે. તેથી મહિલાઓ તેને અડી શકતી નથી. વસ્ત્ર ચઢાવી શકતી નથી અને સ્નાન પણ કરાવી શકતી નથી. પણ પાણી ચડવ્યા વગર પૂજા અધુરી માનવામાં આવે છે. તેથી હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા કળશમાં પાણી ભરીને રાખવું જોઈએ અને પાઠ પૂરા થયા બાદ તેની પ્રસાદી લેવી જોઈએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *