ગુજરાતનું આ મંદિર વિશ્વનું પહેલું એવું મંદિર છે જ્યાં સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો, લંબાઈ જાણી કહી ઉઠશો વાહ!

અજબ-ગજબ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ખાતે સૌથી લાંબો રાષ્ટ્ર ધ્વજ ફરકાવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે 1551 ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અને ધામધૂથી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર્શનાર્થે આવેલા ભક્તોએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

ખોડલધામ મંદિર લેઉવા પટેલ સમાજ દ્વારા બનાવવામાં આવ્યું છે. એક જ જ્ઞાતિ દ્વારા બનાવવામાં આવેલું મંદિર રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય ગેઇટ પર ત્રિરંગો લહેરાતો રહેશે

શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલની સાથે અન્ય 20 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મંદિરના મંડોવરથી શિખર સુધી કુલ 650 જેટલી મૂર્તિ કંડારીને મૂકવામાં આવી છે. મંદિરની જગતીમાં રહેલી પટેલ પેનલમાં ધરતીપુત્ર પટેલની મૂર્તિઓ કંડારીને મૂકાઈ છે. શ્રી ખોડલધામ એકમાત્ર એવું મંદિર છે જેની જગતીમાં કલાત્મક પટેલ પેનલ મૂકવામાં આવી હોય. શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું પ્રથમ એવું મંદિર છે જેના પ્રવેશદ્વાર પર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *