વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશીના રોજ ભગવાન નરસિંહ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને હિરણ્યકશ્યપને મારવા માટે અવતાર લીધો હતો. ભગવાન નરસિંહ હિરણ્યકશ્યપને મારવા માટે પિલર ફાડીને પ્રગટ થયા હતા. તેમણે અડધુ નરનુ અને અડધુ સિંહનું રૂપ લીધુ હતુ.
નરસિંહ ભગવાનના આમતો ઘણા મંદિર છે પરંતુ ઉત્તરાખંડમાં રહેલા ચામોલી જિલ્લાના જોશીમઠમાં સ્થિત મંદિર ખુબ ખાસ છે. આ મંદિરને લઇને એક માન્યતા છે અને તેનો સંબંધ સીધો મહામારીથી છે.
આ મંદિરમાં રહેતા હતા સંત બદ્રીનાથ
કેટલાક મહિના પહેલા જ ઉત્તરાખંડના ચામોલીમાં આવેલી તબાહીએ ઘણા લોકોના જીવ લીધા હતા. આ જિલ્લામાં જોશીમઠમાં ભગવાન નરસિંહને સમર્પિત એક મંદિર છે. માનવામાં આવે છે કે ઠંડીમાં સંત શ્રી બદ્રીનાથ આ મંદિરમાં રહેતા હતા.
પ્રલય આવશે અને બદ્રીનાથનો રસ્તો બંધ થઇ જશે
આ મંદિરની એક ખાસ વાત છે કે અહીં સ્થાપિત ભગવાન નરસિંહની મૂર્તિ રોજ નાની થઇ રહી છે અને મૂર્તિના ડાબા હાથનું કાંડુ નાનુ થઇ રહ્યું છે.
માન્યતા અનુસાર જે દિવસે કાંડુ બિલકુલ નાનુ થઇને પ્રતિમાથી અલગ થઇ જશે ત્યારે બદ્રીનાથ જવાનો રસ્તો હંમેશા માટે બંધ થઇ જશે અને તેવુ પણ માનવામાં આવે છે કે આ દિવસે પ્રલય આવશે અને ભૂસ્ખલનના કારણે આ રસ્તો બંધ થઇ જશે.