આજકાલ ઘણાં લોકોને પૈસાની તંગી સર્જાતી હોય છે. થોડા સમય માટે તો સામાન્ય વાત છે પણ શું આ તંગી લાંબા સમય સુધી છે તો અપનાવો આ ઉપાય
જો પૈસા કમાવવાની તમામ મહેનત તમારી વ્યર્થ જતી હોય, વારંવાર પૈસાની ખોટ જતી હોય તો આવી પરિસ્થિતિઓથી બચવા માટે તમારે થોડા ઉપાયો કરવા જોઈએ. પૈસાની ખોટ, ધનની કમી માટે ગ્રહ દોષ કે વાસ્તુ દોષ પણ જવાબદાર હોઈ શકે છે.
જીવનમાં સતત આવા નુકસાનની વ્યક્તિ અંદરથી તૂટી જાય છે. તેનાથી બચવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. આજે આપણે આવા જ કેટલાક જ્યોતિષીય ઉપાયો વિશે જાણીએ, જે ખૂબ જ સરળ છે અને એક રૂપિયાના સિક્કાથી કરી શકાય છે.
1 રૂપિયાના સિક્કાથી મળશે અઢળક પૈસા
– જો આર્થિક તંગી ઓછી થવાનું નામ નથી લઈ રહી તો શુક્રવારે એક ઉપાય અજમાવો. આ માટે તમારા ઘરના મંદિરમાં એક ચોકી પર પાણીથી ભરેલા કળશને રાખો. ત્યારબાદ કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવી કળશના પાણીમાં 1 રૂપિયાનો સિક્કો નાખો અને કળશની પૂજા કરો.
– જીવન અનેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાય ગયું હોય તો મુઠ્ઠીભર ચોખા લો અને 1 રૂપિયાનો સિક્કો લઈને બંને મુઠ્ઠીમાં રાખો. પછી મંદિરમાં ભગવાનને પ્રાર્થના કરો કે તમારી મુશ્કેલીઓ દૂર કરે અને સિક્કા સહિત તે ચોખા મંદિરના એક ખૂણામાં રાખી દ્યો. થોડા દિવસોમાં રાહત જોવા મળશે.
– જો તમે ગરીબી સામે ઝઝૂમી રહ્યા છો, આવક ઘટી રહી છે તો રોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ચાર મોઢાવાળો દીવો પ્રગટાવો. શક્ય હોય તો ઘીનો દીવો પ્રગટાવો. દીવામાં એક સિક્કો પણ મુકો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને સમૃદ્ધિ આપશે.
– જો જીવનમાં તકોની કમી છે તો હંમેશા 1 રૂપિયાનો સિક્કો અને મોરપીંછ ખિસ્સામાં રાખો, તેનાથી નવા મોકા મળવા લાગશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.