જાણો શા માટે હળદરનો તિલક કરવું જોઈએ? શું છે ફાયદા?

ધાર્મિક

હિન્દુ પરંપરામાં માથા પર તિલક લગાવવાનું આગવું મહત્વ છે. તેને શુભ અને સાત્વિકતાનું પ્રતીક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કંકુ, હળદર, ચંદન કે સિંદુરના તિલકનું મહત્વ છે. પરંતુ આની પાછળ માત્ર ધાર્મિક નહિં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે.

માથા પર તિલક બે ભ્રમરની વચ્ચે એવા ભાગે લગાવવામાં આવે છે જ્યાં આજ્ઞાચક્ર હોય છે. આજ્ઞાચક્ર આપણા શરીરમાં ઉપસ્થિત 7 ચક્રોમાંનું એક ચક્ર છે.

આપણે જાણીએ છીએ કે આપણું શરીર ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના સ્વરૂપમાં ઉર્જા મુક્ત કરે છે. ખાસ કરીને આ ઉર્જા આપણા કપાળમાં બે ભ્રમર વચ્ચેથી મુક્ત થાય છે.

આ એનર્જીમાં ચડાવ-ઉતાર આવ્યા કરતો હોય તો વ્યક્તિને વ્યગ્રતા, ટેન્શન મહેસૂસ થાય છે અને માથાના દુઃખાવાની સમસ્યા થાય છે.

જો તિલક લગાવવામાં આવે તો આ ઉર્જાનો વ્યય થતો અટકે છે અને તે શરીરમાં જ સંચિત થાય છે જેથી માથાના દુઃખાવા સહિતની સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ વધુ એનર્જી ફીલ કરે છે.

જ્યારે માથા પર ચંદન કે કુમકુમનું તિલક કરવામાં આવે ત્યારે માથામાં ઠંડક પ્રસરી જાય છે. આ ઉપરાંત તિલક લગાવતી વખતે એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આ કારણે નિયમિત તિલક લગાવનાર વ્યક્તિ જલ્દી બીમાર નથી પડતી.

બાયોલોજી અનુસાર આ જગ્યા પર પીનિયલ ગ્રંથિ આવેલી હોય છે. જ્યારે પીનિયલ ગ્રંથીને ઉદ્દીપ્ત કરવામાં આવે તો મસ્તિષ્કની અંદર એક પ્રકાશની અનુભૂતિ થાય છે.

મસ્તિષ્કમાં અનુભવાતા આ પ્રકાશની અનુભૂતિને વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સિદ્ધ કરવામાં આવી ચૂક્યું છે. આપણા ઋષિ-મુનિઓનું જ્ઞાન આજના વિજ્ઞાન કરતા ક્યાંય આગળ હતુ. નિયમિત તિલક લગાવનાર વ્યક્તિની બુદ્ધિ તીક્ષ્ણ અને યાદશક્તિ ધારદાર બને છે.

આપણા ઋષિ-મુનિઓ જાણતા હતા કે પીનિયલ ગ્રંથિને જાગૃત કરવાથી આજ્ઞાચક્ર જાગૃત થશે. આ કારણે જ ધાર્મિક કર્મકાંડ, પૂજા-ઉપાસના અને શુભકાર્ય કરતા પહેલા ટીકો લગાવવાની પ્રથા હિંદુ ધર્મમાં છે.

તંત્ર શાસ્ત્રમાં માથા પર તિલક લગાવવાને શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ઇષ્ટ દેવનું સ્મરણ કરીને તિલક લગાવવાથી શરીરમાં ફેલાયેલી ચેતના એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. આથી નિયમિત તિલક કરવાથી માણસનું મન અને શરીર ચેતનવંતુ રહે છે.

સાઈકોલોજીમાં પણ માથા પર તિલક લગાવવાનું અનોખુ મહત્વ છે. માથુ એ ચહેરાનો કેન્દ્રભાગ છે. અહીં બધાની જ દૃષ્ટિ અટકે છે. અહીં તિલક લગાવશો તો બધાનું ધ્યાન તમારા પર કેન્દ્રિત રહી શકશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *