ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનેક પ્રાચીન હિંદુ મંદિર છે. એમાંથી એક છે કટસરાજ મંદિર, આ મંદિર ભગવાન શિવનું છે. કટસરાજ મંદિર પાકિસ્તાનના ચકલાવ ગામથી લગભગ 40 કિમી દૂર પર કટસ નામના સ્થાનમાં એક પહાડી પર છે. આ સ્થાનથી જોડાયેલી ઘણી માન્યતાઓ છે, એટાલ માટે આ હિંદુઓની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે.
મંદિરનો ઇતિહાસ અને એનાથી જોડાયેલી માન્યતાઓ
અહીંયા રડ્યા હતા ભગવાન શિવ
પોતાના પિતા દક્ષના અહીંયા કુંડજમાં જ્યારે સતીએ આત્મદાહ કર્યો હતો, તો એમના વિયોગમાં ભગવાન શિવે પોતાની સુધ બુધ ગુમાવી બેઠા હતા.
ભારતની ભૂમિ પર એ જગ્યા આજે પણ મોજૂદ છે જ્યાં ભગવાન શિવે સતીને યાદ કરતાં આંસુ પાડ્યા હતા.
એમના આંસુઓમાં બે કુંડ બન્યા, એમાંથી એક કુંડનું નામ છે કટાક્ષ કુંડ. આ કટાક્ષ કુંડ અને એ જગ્યાએ બનેલું શિવ મંદિર હવે ભાગલા બાદ પાકિસ્તાનમાં છે.
શિવના આંસુઓથી જે બીજો કુંડ બન્યો, એ ભારતમાં રાજસ્થાનના પુષ્કર તીર્થમાં છે. આ પ્રકારે બંને જગ્યાઓને આપસમાં ગાઢ સંબંધ છે.
માન્યતાઓ અનુસાર કટસરાજ મંદિરનો કટાક્ષ કુંડ ભગવાન શિવના આંસુઓથી બનેલો છે.
આ કુંડના નિર્માણ પાછળ એક કથા છે. કહેવામાં આવે છે કે જ્યારે દવી સતીનું મૃત્યુ થયું. ત્યારે ભગવાન શિવ એમના દુ:ખમાં એટલું રડ્યા કે એમની આંસુઓથી બે કુંડ બની ગયા.
પાંડવોએ કર્યું હતું અહીંયા સાત મંદિરોનું નિર્માણ
કહેવામાં આવે છે કે અહીંયાના સાત મંદિરોનું નિર્માણ પાંડવોએ મહાભારત કાળમાં કર્યું હતું, પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન લગભગ 4 વર્ષ અહીંયા પસાર કર્યા હતા.
પાંડવોએ પોતાના રહેવા માટે સાત ભવનોનું નિર્માણ કર્યું હતું. ત્યારે ભવન હવે સાત મંદિરના નામથી પ્રસિદ્ધ છે.
આ સ્થાનને લઇને એવી પણ માન્યતા છે કે કુંડના કિનારા પર યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ થયો હતો.