જાણો જુલાઈ મહિનામાં આવનારા તહેવારો વિશે…

ભવિષ્ય

અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું શયન કાળ હોય છે. આ દિવસે ચોમાસાની શરૂઆત પણ થાય છે. કેમ કે ભગવાન વિષ્ણુ ચાર માસ નિંદ્રામાં રહે છે.

સનાતન પરંપરામાં દરેક દિવસ શુભ અને તપસ્યાનો દિવસ હોય છે. આજથી જુલાઈ મહિનો શરૂ થયો છે. હિન્દુ પંચાગના અનુસાર આ મહિનામાં અષાઢ મહિનો શરૂ થશે. જુલાઈ મહિનામાં કેટલાક પવિત્ર વ્રત અને તહેવાર આવશે. આ મહિનામાં વરસાદ પણ પૂરા જોશ સાથે પડે છે. આગામી ચાર મહિના ચોમાસા માટે ખાસ કહેવાય છે.

5 જુલાઈએ સોમવારના રોજ યોગિની એકાદશી

જુલાઈમાં વ્રત અને તહેવારની શરૂઆત 5 જુલાઈથી થશે શરૂ…આ દિવસે યોગિની એકાદશી છે. એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા- અર્ચના કરવામાં આવે છે. એકાદશીનું વ્રત કરવાથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. આ વ્રતના પ્રભાવથી કોઈનો આપેલ શ્રાપનું પણ નિવારણ આવી જાય છે.

7 જુલાઈના દિવસે પ્રદોપ વ્રત

પ્રદોપ વ્રતને ત્રયોદશી વ્રતના નામથી પણ ઓળખાય છે. આ વ્રત માતા પાર્વતી અને ભગવાન શિવ માટે સમર્પિત છે. પુરાણોના અનુસાર આ વ્રતને કરવાથી તમારુ સ્વાસ્થ્ય સારૂ રહે છે. શાસ્ત્રોના અનુસાર પ્રદોપ વ્રત એક વર્ષમાં એક જ વાર આવે છે.

8 જુલાઈ, માસિક શિવરાત્રિ

માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. પંચાગના અનુસાર દરેક મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશીને માસિક શિવરાત્રિ માનવામાં આવે છે. માસિક શિવરાત્રિ વર્ષના દરેક મહિનામાં અને મહાશિવરાત્રિ વર્ષમાં એક વાર આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિની દરેક મુશ્કેલ કામ સરળ થઈ જાય છે. માસિક તહેવારોમાં શિવરાત્રિના વ્રત અને પૂજાનું ઘણું મહત્વ હોય છે..

12 જુલાઈ જગન્નાથ રથયાત્રા

ભગવાન જગન્નાથના પવિત્ર રથયાત્રા હિન્દુ ધર્મમાં સૌથી મોટા તહેવારોમાંથી એક છે. ઓડિશાના પુરીમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. હિન્દુ પંચાગના અનુસાર દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નિકળે છે. આ વર્ષે કોરોનાના કારણે ભક્તો ભાગ નહીં લઈ શકે.

16 જુલાઈ કર્ક સંક્રાતિ

16 જૂલાઈના દિવસે કર્ક રાશિ સૂર્યમાં કરે છે પ્રવેશ અને આ દિવસે જ કર્ક સંક્રાતિ તરીકે ઉજવાય છે. હિન્દુ કેલેન્ડરના અનુસાર 6 મહિના ઉત્તરાયણ કાળનો અંત માનવામાં આવે છે. સાથે જ આ દિવસે દક્ષિણયાનની શરૂઆત માનવામાં આવે છે.

20 જુલાઈ દેવપોઢી એકાદશી, અષાઢી એકાદશી

અષાઢી એકાદશી કે દેવશયની એકાદશી ભગવાન વિષ્ણુનો શયનકાળ હોય છે. આ દિવસ ચતુર્માસનો આરંભ પણ ગણાય છે. કારણ કે ભગવાન વિષ્ણુ ચાર માસ માટે નિંદ્રામાં રહે છે. આથી આ સમયે વિવાહ સહિત અનેક શુભ કાર્ય વર્જિત ગણાય છે. આ દિવસોમાં તપસ્વી ભ્રમણ કરતા નથી. તેઓ એક સ્થળે રહીને તપસ્યા કરે છે. આ દિવસોમાં માત્ર વ્રજની યાત્રા થઈ શકે છે. કારણ કે આ ચાર મહિનામાં પૃથ્વીના સમસ્ત તીર્થ વ્રજમાં આવીને નિવાસ કરે છે.

24 જુલાઈ ગુરૂ પૂર્ણિમા, અષાઢ પૂનમ

મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસ પર અષાઢ પૂર્ણિમા મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા પણ કહેવાય છે. અને આ દિવસે ગુરૂદેવની પૂજા કરવામાં આવે છે. ગુરૂ એટલે એવી વ્યક્તિ કે જેમની પાસે જ્ઞાનની ગંગા વહે છે. જેથી આપણને અંધકારમાંથી પ્રકાશ મળે છે.

27 જુલાઈ સંકટ ચોથ

સંકટ ચોથના દિવસે ગણપતિની પૂજા કરવાવાળા ઘરમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. અને શાંતિ બની રહે છે. એવું કહેવામાં આવે છે કે ગણેશજી ઘરમાં આવનારી બધી જ મુશ્કેલીઓને દૂર કરે છે. અને વ્યક્તિની મનોકામનાઓ પુરી કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *