કળયુગમા શિવના સાક્ષાત દર્શન કરાવતી ચમત્કારિક ગુફા જ્યાં જવા માત્ર થી થાય છે બધી મનોકામના પૂર્ણ

ધાર્મિક

જમ્મુ-કાશ્મીરમા મહાદેવના કેટલાય તીર્થસ્થાનો આવેલા છે. આ સ્થળો સાથે કેટલીક માન્યતાઓ પણ પ્રચલીત થયેલી જોવા મળે છે. આવી જ એક માન્યતા ધરાવતુ યાત્રાધામ એટલે શિવખોડીની ગુફા..

જમ્મુથી 140 કિલોમીટર દૂર સ્થિત ઉધમપુર ખાતે ભગવાન શિવની આ ચમત્કારીક ગુફા આવેલ છે. આ ગુફામા સાક્ષાત ભગવાન શિવ બિરાજતા હોવાની વાત ગ્રામજનો પાસેથી જાણવા મળે છે.

ગ્રામજનોનુ કહેવુ છે કે આ ચમત્કારિક ગુફાનો બિજો દ્વાર અમરનાથની ગુફામા ખુલે છે. દ્વાપરયુગમા સાધુ-સંતો આ સુરંગમા થઇ અમરનાથ જતા હતા. પરંતુ કળીયુગમા આ રસ્તો બંધ કરાયો છે. એક કથા અનુસાર ભસ્માસુરે તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કરી વરદાન મેળવ્યુ કે તે જેના માથા પર હાથ રાખે તે વ્યક્તિ કે વસ્તુ ભસ્મ થઈ જાય. ભગવાન શિવના આશિર્વાદ મેળવી ભસ્માસુરે શિવના માથે હાથ મુકવાનો પ્રયત્ન કર્યો. અંતે બંન્ને વચ્ચે યુધ્ધ થતા મહાદેવ ત્યાથી દુર જતા રહ્યા. દુર પહોંચી એક ઉંચા પર્વત પર ગુફા બનાવી તે સ્થળ એટલે શિવખોડી. આવી એક લોકવાયકા આ જગ્યા સાથે જોડાયેલ છે.

પર્વતની 200 મીટરની ઉંચાઇ પર આવેલ આ ગુફા 1 મીટર પહોળી અને 2-3 મીટરની ઉંચાઇ ધરાવે છે. આ ગુફામા શિવલીંગની સાથે પાર્વતી અને નંદીની પણ મૂર્તી આવેલ છે. ગુફાની છત પર સાપની આક્રૃતિ જોવા મળે છે. અમરનાથના દર્શન કરવા આવતા દરેક યાત્રાળુઓ આ ગુફાના દર્શન કરવા અચુક આવે છે અને ધન્યતા અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published.