પુરીના પ્રવેશ દ્વાર પર સૌથી માન્યતા વાળું સ્થળ છે અઢારનાલા પુલ. પુરીની બહારની તરફ વહેવા વાળી મુથિયા નદી પર બનાવવામાં આવેલો આ પુલ ધાર્મિક રીત ખૂબ મહત્વ રાખે છે.
જગન્નાથ પુરી: પુરીના પ્રવેશ દ્વાર પર સૌથી માન્યતા વાળું સ્થળ છે અઢારનાલા પુલ. પુરીની બહારની તરફ વહેવા વાળી મુથિયા નદી પર બનાવવામાં આવેલો આ પુલ ધાર્મિક રીત ખૂબ મહત્વ રાખે છે. માનવામાં આવે છે કે આ પુલને પસાર કરવાવાળા એક વખતમાં જ સંસારના ચક્રોમાંથી મુક્તિ પામી લે છે અને ભવસાગર પાર કરી લે છે.
12 તારીખે પુરીમાં રથયાત્રા યોજવામાં આવશે. કોરોના કાળના કારણે આ વર્ષે પણ રથયાત્રા માં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર નહીં ઉમટે અને ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર બહેન સુભદ્રાની સાથે ભક્તોની ઓછી સંખ્યાની સાથે પુરી મંદિરથી માતા ગુંડીચાના મંદિર સુધી જશે.
જગન્નાથ ના દર્શનથી ઘણા જન્મોના પાપ દૂર થાય છે અને તેમના નિવાસનું પ્રભૂત્વ એટલું છે કે જે પણ તેના ક્ષેત્રમાં આવે છે તો તે સ્વર્ગ બરાબર હોય છે.
પુરીનો અઠારનાલા પુલ
આ પુલને પાર કરવું એટલે વૈતરણી પાર કરવા જેવું ભક્તો માને છે. આ ઉપરાંત દરેક ભક્તોની એવી ઈચ્છા હોય છે કે જ્યારે પુરી જઈએ ત્યારે આ પુલ પસાર કરીને ભગવાનના થઈ જઈએ.
ભગવાન જગન્નાથે જાતે જ આપી માન્યતા
ઈતિહાસને ખંખેર્યે તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી સંરક્ષિત, 280-ફૂટ લાંબો અને 36 ફૂટ પહોળો અઢારનાલા પુલ 13મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ગંગા વંશના રાજા ભાનુ દેવે આ પુલનું નિર્માણ કરાવ્યું. મુથિયા નદી જગન્નાથ મંદિર સુધી પહોંચવા માટે પડકારરૂપ હતી. જેથી તેના પર પુલ બનાવીને આ મુશ્કેલીને ગંગા વંશના રાજા ભાનુ દેવે દૂર કરી. રાજાનો આ ભક્તિભાવ જોઈને ભગવાને રાજાને સ્વપ્નમાં દર્શન આપ્યા. ભગવાને આ પુલને પોતાના સુધી પહોંચવાની માન્યતા આપી.
ઓડિશા રાજ્યના પ્રાચીન સ્થાપત્ય શૈલીનો નમૂનો
વર્તમાનમાં આ પુલ ઓડિશા રાજ્યના પ્રાચીન સ્થાપત્ય શૈલીનો એક જોરદાર નમૂનો છે. આ તે સમયની એન્જિન્યરિંગ ટેકનીકનું એક સુંદર ઉદાહરણ છે. આ તથ્યથી સાબિત થાય છે કે, આ પુલ હજુ પણ ઉપયોગમાં છે. આ પુલનું નામ અઢાર એ માટે રાખવામાં આવ્યું કેમ કે આ પુલમાં ઈંટોથી 18 નદીના માર્ગ બનાવવામાં આવ્યા છે. અને નાલાનો મતલબ છે માર્ગ. આ પુલ પુરીના પ્રવેશ દ્વાર પર છે અને ભગવાન જગન્નાથના આ પવિત્ર નિવાસ સ્થાનમાં પ્રવેશ કરવાવાળા દરેક લોકોને ભગવાન સુધી પહોંચાડે છે.