લગ્ન થવામાં વારંવાર આવે છે કોઈકને કોઈક વિધ્ન? લાંબા સમયથી નથી થઈ રહ્યાં લગ્ન? તો કરો આ ઉપાય

ભવિષ્ય

7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવવું, આનાથી લગ્ન કરવામાં આવતું વિઘ્ન દૂર થશે. આપણા દરેકના જીવન પર ગ્રહ-નક્ષત્ર ની અસર પડે છે. ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે આપણા જીવનમાં ક્યારેક સુખ આવે છે તો ક્યારેક દુ:ખ જો તમે કોઈ સમસ્યા થી પીડાતા હોવ અને તેનું સમાધાન નથી મળતુ તો તમારે જ્યોતિષ વિદ્યાયાના ઉપાયો જીવનમાં ઉતારવા જોઈએ.

ઉધારના ભારથી ચિંતામાં છો?

ઓમ ભૌમાય નમ: નો રોજ 108 વખત જાપ કરો. મન્ડગલો ભૂમીપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ:. સ્થિરાસનો મહાકય: સર્વકામફલપ્રદ:. નો જાપ કરો. મહાવીર હનુમાન તમને સહાય કરશે.

ઝગડાઓના કારણે દુશ્મનો વધી ગયા છે?

ઓમ ક્રાં ક્રીં ક્રૌં સ: ભોમાય નમ: નો દર મંગળવારે જપ કરો. મંગળવારનો દિવસ સકારાત્મકતા વધારવાનો દિવસ છે. આ મંત્રનો જાપ કરવાથી તમે ઝડપથી સાચા અને સારા મિત્ર બનાવી શકશો.

લગ્ન નથી થઈ રહ્યાં?

7 મંગળવાર હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર ચડાવો.

બાળક દિવસેને દિવસે ખરાબ થતું જાય છે?

બાળક પાસે લાલ વસ્તુઓ જેવી કે ગોળ,મસૂરની દાળ, સિંધાઈ મીઠાનું દાન કરાવો. દાન કરવાથી સકારાત્મકતા પેદા થાય છે. આ સાથે ઘરમાં સ્વચ્છતા રાખો. પલગ પર ભીના કપડા ના મુકવા. આ ઉપાયથી તમારા બાળકમાં સુધારો જરૂર આવશે.

વેપારમાં નુકસાનીથી હેરાન છો?

જો તમે વેપારમાં થયેલા નુકસાનથી પરેશાન છો તો મંગળ અને શુક્રવારે ગરીબોને ગોળ અને ચણાનું દાન કરો. બાળકોને ખાટી-મીઠી ગોળીઓ આપવાથી ફાયદો થશે. આ ઉપાય કરવાથી તમારા વેપારમાં વધારો થશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *