ઓમ મહાબલ પરાક્રમાય નમ: મંત્રનો જાપ કરવાની સાથે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો. ભૂખ્યા અને જરૂરિયાતમંદને મદદ કરવાથી લાભ થશે.
મેષ રાશિ
આજનો દિવસ સમસ્યા પૂર્ણ વિતિ શકે છે. આ સમસ્યાઓ તમારા માનસિક સુખને નષ્ટ કરી શકે છે. જો યાત્રા કરશો તો તે સુખ પૂર્ણ પસાર થશે. તમારા પરાક્રમ અને સાહસથી સમાજમાં મા:ન-સન્માન મળી શકે છે. પરિવાર નું વાતાવરણ સારું રહેશે. આર્થિક પરિસ્થિતિઓ સુધરશે. જીવનસાથી સાથે સારો દિવસ પસાર થશે. અને સંપૂર્ણ સહયોગ મળશે.
વૃષભ રાશિ
આર્થિક સ્થિતિ ઉપર જો ધ્યાન આપવામાં નહીં આવે તો પૈસાનો વ્યય થઈ શકે છે. મનમાં ક્રોધ રહી શકે છે. માટે વ્યવહારમાં પૂરતું ધ્યાન આપવું. કોઈ વ્યક્તિ સાથે તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. વ્યવસાય કરતા લોકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થશે. બેન્કિંગ સાથે જોડાયેલા લોકોનું કરિયર વિકાસ પામશે.
મિથુન રાશિ
દિવસની શરૂઆતમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આવનારા કેટલાક દિવસો તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. પરિવારનો પૂરતો સહયોગ મળી રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિના માર્ગમાં આવતા વિઘ્નો દૂર થશે.
કર્ક રાશિ
આજે તમારું ભાગ્ય સારી અને ખરાબ બંને પરિસ્થિતિઓ સાથે જોડાયેલું રહેશે. આજના દિવસે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. ઘરમાં રહેલી મહિલાઓ નો પૂરતો સહયોગ મળશે. તમારો સમય ખૂબ સારો હોવા છતાં તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું કારણકે સ્વાસ્થ્યના કારણે પરેશાની થઇ શકે છે. ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા લોકોએ ખૂબ જ સમજી-વિચારીને કરવું. આજે કોઇ પણ નવું કાર્ય હાથમાં ન લેવું. લેખન કાર્ય સાથે જોડાયેલા લોકોને લાભ થશે.
સિંહ રાશી
પાછલા કેટલાક દિવસોથી જે કોઈપણ ગલતફેમી ના કારણે તમારા સંબંધમાં ખટાશ હતી તે આજે દૂર થશે. કોઈપણ જાતના ભ્રમ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. હાથમાં લીધેલા દરેક કાર્યમાં સફળતા મળશે. જેટલો પરિશ્રમ કરશો એટલો વધારે લાભ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. માતા-પિતાનો પૂરતો સહયોગ મળશે.
કન્યા રાશિ
વાતચીત કરતી વખતે ક્યારેય કોઈ સાથે ઉગ્રતા પૂર્ણ ભાષાનો પ્રયોગ ના કરવો. ઈચ્છાઓ પૂરી થવાનો સમય આવી ચૂક્યો છે. વ્યવસાયિક પ્રતિષ્ઠા વધશે. દાંપત્ય જીવનમાં તણાવ રહેશે. આજે તમારા બધા કામ સરળતાથી થઇ જશે. નવા વેપારના યોગ બની રહ્યા છે. પોતાની વાતોને ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં સફળ રહેશો. અચાનક ધનલાભ અને ધનહાનિ બંનેની સંભાવના થઇ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ સમય છે.
તુલા રાશિ
તુલા રાશિવાળા લોકોને આજે ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે. તમારા ઉત્સાહને કારણે તમે આસપાસની દરેક વ્યક્તિઓને પ્રભાવિત કરવામાં સક્ષમ રહેશો. મનને શાંત કરવા માટે ભગવાન શ્રી રામનું ધ્યાન કરવું. શુભ સમાચાર મળશે અને ધનલાભ થશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચાર કરી લેવો. સંતાન પ્રત્યે થોડુ સાવચેત રહેવું. પરિવારને સમય આપવો.
વૃષીક રાશિ
પાછલા કેટલાક દિવસોથી જે કોઈપણ ગલતફેમી ના કારણે તમારા સંબંધમાં ખટાશ હતી તે આજે દૂર થશે. કોઈપણ જાતના ભ્રમ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. હાથમાં લીધેલા દરેક કાર્યમાં સફળતા મળશે. જેટલો પરિશ્રમ કરશો એટલો વધારે લાભ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું. માતા-પિતાનો પૂરતો સહયોગ મળશે.
ધન રાશિ
આજે જો તમે વ્યાપારમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો તમારી માટે શુભ રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવાનો યોગ બની રહ્યો છે. બિઝનેસમાં લાભ થશે. વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવચેત રહેવું. જો તમે ગ્લેમર અથવા મીડિયા જગત સાથે જોડાયેલા છો તો સન્માન મળશે. આજે ભાગ્યે તમને સાથ આપશે. પરિવારના સદસ્યો સાથે દિવસ ખૂબ જ સારો રહેશે. કોઈપણ નવા કાર્યમાં નિષ્ફળતા મળવાના ચાન્સ છે. માટે પ્રારંભ કરતી વખતે વિચારવું.
મકર રાશિ
જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે. કોઈપણ વ્યક્તિ પર તરત જ વિશ્વાસ કરવો એ આજના દિવસ માટે યોગ્ય નથી. આજે તમને કોઈ લાલચ આપવાની કોશિશ કરશે. તેનાથી બચીને રહેવું. આજના દિવસે આળસનો ત્યાગ કરવો. અને વિવેકથી કામ કરવું. અન્યથા ખૂબ ભારે નુકસાન વેઠવું પડશે. કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળશે. આજના દિવસે તમારી ભાવનાઓને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં રાખવી.
કુંભ રાશિ
આજે નવું વાહન ખરીદવા નો યોગ છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ પણ છે. મિત્રોનો સહયોગ મળશે. સંપત્તિમાં લાભ મળશે. જીવન સાથીને લઈને ચિંતિત રહી શકો છો. પરિવારમાં મતભેદ વધી શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. જે ઘરના વાતાવરણમાં તંગદિલી પેદા કરશે.
મીન રાશિ
આજના દિવસની શરૂઆત બેચેની સાથે થઈ શકે છે. પરિવારને પૂરતો સમય આપવો. રોજિંદા કાર્યોમાં કેટલીક કઠણાઈ આવી શકે છે. પરંતુ તમારું મનોબળ તમને રસ્તો બતાવી દેશે. કોઈપણ નિર્ણય ઉતાવળમાં ના કરવો. આર્થિક પરિસ્થિતિઓ તમને ચિંતિત કરી શકે છે. જીવનસાથીના સ્વાસ્થ્ય કારણે થોડી ચિંતા રહેશે.