મેષ રાશિ
આ રાશિના લોકો માટે આ સપ્તાહ ખૂબ જ હકારાત્મકતા લાવશે, કોઈ પણ નવી શરુ આત કરવા માટેનું આ યોગ્ય સપ્તાહ છે. મુજબ પોતાના સપના મુજબની કારકિર્દી શરુ કરવા ઇચ્છતા હોવ તો પહેલા પ્રેક્ટિકલી બધું વિચારો અને એ પછી નિર્ણય લેવો. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આ યોગ્ય સપ્તાહ જણાય. અન્ય લોકોની વાતોમાં આવ્યા વિના પોતાના સ્વતંત્ર વિચારોથી જ નિર્ણયો લેવા.
વૃષભ રાશિ
આ સપ્તાહ વૃષભ રાશિના લોકો માટે લાગણીઓથી ભરપૂર જણાઈ રહ્યું છે. પરિસ્થિતિમાં ઝંપલાવતા પહેલા તેને સરખી રીતે સમજવી ખૂબ જરૂરી છે જેથી ઝગડા ના થાય. ભૂતકાળની ખરાબ ભાવનાઓ અને લોકોને ભૂલીને જે થયું તે જતુ કરીને સ્વયંને એ દુઃખકારક લાગણીઓમાંથી બહાર કાઢો. પોતાની જાત સાથે લડવાનો સમય છે અન્યો સાથે નહિ.
મિથુન રાશિ
આ સપ્તાહે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવા વચ્ચે ના રહેવું કેમ કે તેના કારણે માનસિક તણાવના લીધે તબિયત બગડી શકે છે. ધન સંપત્તિ મામલે મોટા બદલાવો આવી શકે છે અને ખૂબ જ ધ્યાનપૂર્વક સંપૂર્ણપણે તેમાં ધ્યાન આપીને કામ કરવું. નોકરિયાત વર્ગે આ સપ્તાહે ખાસ ધીરજ રાખીને કામ કરવું. સ્ત્રીઓ માટે બાળક આયોજન કરવા માટે યોગ્ય સમય જણાય.
કર્ક રાશિ
આ સપ્તાહે બનેએટલો વધુ સમય કુદરતના ખોળે વિતાવવો. બિઝનેસ કરતા હોવ તો નાની સફળતા બાદ આળસ કરવાના બદલે અન્ય પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપો. ભૂતકાળને યાદ કરીને તેમાં કરેલી ભૂલોમાંથી શીખવાનો આ યોગ્ય સમય જણાય. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સમજણશક્તિ પર વિશ્વાસ રાખીને આગળ વધવું, અન્યોની નકારત્મકતા અસર ના કરે તેનું ધ્યાન રાખવું.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે ખાસ આ સપ્તાહ ખૂબ જ હકારાત્મક જણાય અને ખાસ કરીને ભગવાનની ભક્તિ પર ધ્યાન આપવાથી તબિયત સચવાય. કોઈ પણ નવું કામ શરુ કરવામાં તમારા જીવનસાથીની સલાહ અને પાર્ટનરશિપ લાભકારક જણાય. કારકિર્દીની નવી જ શરુઆત કરનાર લોકોએ પોતાનું મન અને મગજ બેલેન્સ રાખીને આગળ વધવું.
કન્યા રાશિ
આ રાશિના લોકોએ આ સપ્તાહે ખાસ સચ્વાનું રહેશે. તબિયતમાં મુશ્કેલી આવીશ્કે છે અને પોતે જે કામ કરી રહ્યા છો તેમાં તમારી સાથર અન્ય લોકો પણ પોતાનું સંપૂર્ણ ધ્યાન આપે તેનું ધ્યાન રાખવું. બની શકે છે કે, તમારી આશાઓ પર અન્ય લોકો ખરા ના ઉતરી શકે. બોસની સાથે આ સપ્તાહે કોઈ પણ વિવાદોમાં ના ઉતરવું અને પોતાની જાત પર કંટ્રોલ કરવો.
તુલા રાશિ
આ સપ્તાહે તુલા રાશિના લોકો માટે ઈમોશન્સ બેલેન્સ કરવા ખૂબ જરૂરી છે, અન્ય લોકો ગમે તે કહે તેમની વાતોમાં ના આવશો. પૈસાની બાબતોમાં જે પણ મુશ્કેલી છે એનું નિરાકરણ તમારી સામે જ છે, અન્યો ઉપર ભરોસો ના રાખવો. સ્વયં પર વિશ્વાસ કેળવવાની આ સપ્તાહે જરૂર જણાય અને તો જ કરિયર, સંબંધો અને અન્ય બાબતો સચવાય.
વૃશ્ચિક રાશિ
જે કામ શરુ કર્યું હોય તે પૂર્ણ થતું દેખાય અને આ સપ્તાહ તમારા માટે આનંદ કરવાનું છે. પોતાની સરખામણી કોઈની પણ સાથે કર્યા વિના આ પળનો આનંદ માણો જેથી કરીને પ્રોજેક્ટ્સ કે પ્રપોસલ હકારાત્મક પરિણામ આપે. ફાઈનાન્સ સ્તરે ક્યાંક સમાધાન કરવાનું દેખાઈ રહ્યું છે જેથી જો ડીલ લાંબા ગાલે ફાયદાકારક હોય તો ટૂંકા ગાળાનું સમાધાન કરી શકાય.
ધન રાશિ
કહેવાય છે કે, ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ એટલે કે અતિનો બધે જ ત્યાગ કરવો. આ સપ્તાહ બધી જ બાબતોમાં આ કહેવત અપનાવવાની છે. લાલચમાં આવીને કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવા નહિ. દરેક બાબતોનો ઊંડે સુધી અભ્યાસ કરવો જેથી કરીને ભવિષ્યમાં ક્યાંય આ સપ્તાહે લીધેલા નિર્ણયો પર અફસોસ ના કરવો પડે.
મકર રાશિ
હકીકત જુઓ અને સ્વીકારો. ભૂતકાળના અનુભવોને બાજુ પર મૂકીને હાલની વાસ્તવિકતા પર નજર કરો. આ સપ્તાહે જો તમે સ્વયં માટે ઉભા નહિ થાવ અને હકીકત નહિ સ્વીકારો તો સંબંધો અને ધન બંને બાબતોમાં નુકસાન થઇ શકે છે. ખુલ્લા પગે ઘાસમાં ચાલવાથી શરીરના ચક્રો ખુલશે અને વાસ્તવિકતા સાથે તમારો સંપર્ક થશે.
કુંભ રાશિ
જીવનમાં દરેક કામોમાં છેલ્લે સરખા જ પરિણામો મળી રહ્યા છે જેનાથી તમે નિરાશ થઇ રહ્યો છે. આ સપ્તાહ છે એ કામ કરવાની રીતને બદલવાનું. પોતાના પ્લાન મિત્રો સાથે કરીને તેમની સલાહ લો, પરિવાર સાથે બેસીને ચર્ચા કરો અને તેમની સલાહ પર વિચાર કરીને કામમાં બદલાવ કરો. ફાલતું પૈસાનો વ્યય ના કરો. આટલું કરવાથી તમે જોશો કે બધી જ બાબતોમાં મળતા નિરાશાજનક પરિણામો બદલાઈ રહ્યા છે.
મીન રાશિ
કરિયરમાં સફળતા આ સપ્તાહે જણાઈ રહી છે અને એ સફળતા તમારા જીવનસાથી સાથે શેર કરવી. કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા અનુભવીની સલાહ લેવી. જે કોઈ પણ કામ શરુ કર્યું હોય તેનો અંત હવે આવવાની તૈયારી છે તો ધીરજ રાખવી અને નવા પ્લાન પર ધીમેથી કામ શરુ કરી દેવું .