ચાણક્યની આ ત્રણ નીતિઓનું પાલન કરવાથી ઘરમાં રહેશે સદૈવ લક્ષ્મીજીની કૃપા

વાસ્તુ

આચાર્ય ચાણક્યનો જન્મ આજથી અંદાજે 2400 વર્ષ પહેલાં થયો હતો. તેમણે ચાણક્ય નીતિ ગ્રંથમાં પોતાના જીવનના અનુભવોનો ઉલ્લેખ કરી 17 અધ્યાય લખ્યાં છે. તેમાં ચાણક્યના જીવનના પ્રત્યેક પાસાંનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાણક્ય અનુસાર વ્યક્તિને ધનની આવશ્યકતા હંમેશા હોય જ છે. ધનથી જ ગુજરાન ચલાવવાની પ્રત્યેક સુવિધા ખરીદી શકાય છે. જેની પાસે ધનની ખામી હોય છે તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે અથાગ મહેનત કરે છે પરંતુ યોગ્ય પ્રમાણમાં ધન મળતું નથી.

આચાર્ય ચાણક્યએ એવી ત્રણ વાતો વિશે જણાવ્યું છે કે જેને ધ્યાનમાં રાખવામાં આવે તો લક્ષ્‍મીજીની કૃપા સદા ભક્ત પર રહે છે.

मूर्खा यत्र न पूज्यन्ते धान्यं यत्र सुसन्चितम्।
दाम्पत्ये कलहो नास्ति तत्र श्री: स्वयमागता।।

અર્થાત જે ઘરમાં મૂર્ખ લોકોને બદલે બુદ્ધિમાનને સન્માન આપવામાં આવે છે જે ઘરમાં તેમનો આદર-સત્કાર થાય છે અને દંપતિ વચ્ચે ક્લેશ ન હોય ત્યાં લક્ષ્‍મીજીનો સદા વાસ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *