ક્યારથી શરૂ થાય છે પિતૃ પક્ષ? પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા કરો આ મહાઉપાય

ધાર્મિક

હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ પિતૃ પક્ષ પિતૃઓને પિંડ દાન કરવા માટે સમર્પિત હોય છે. આ દરમ્યાન શુભ કાર્ય લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને ઘર માટે નવા સામાનની ખરીદી વગેરે કરવામાં આવતી નથી.

ભાદરવા મહિનાની પૂનમ અને અશ્વિન માસની કૃષ્ણ પક્ષની પ્રતિપદાને પિતૃ પક્ષ કહે છે. વર્ષ 2022માં પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022 શનિવારથી શરૂ થઇને 25 સપ્ટેમ્બર 2022 રવિવાર સુધી રહેશે. પિતૃ પક્ષમાં લોકો તેના પૂર્વજોને તર્પણ કરી તેને યાદ કરે છે અને તેના નામ પર તેની મૃત્યુ તિથી પર શ્રાદ્ધ કરે છે.

નવા સામાનની ખરીદી ના કરશો

હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ પિતૃ પક્ષ પિતૃઓને પિંડ દાન કરવા માટે સમર્પિત હોય છે. આ દરમ્યાન શુભ કાર્ય લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ અને ઘર માટે નવા સામાનની ખરીદી વગેરે કરવામાં આવતી નથી.

કુંડળીમાં પિતૃદોષ છે તો કરો આ મહાઉપાય

કુંડળીમાં પિતૃદોષ છે તો તેના નિવારણ માટે કરવામાં આવતા આ મહાઉપાય પિતૃ પક્ષમાં ખૂબ અસરકારક હોય છે. પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. એવામાં એવા લોકો માટે આ સારી તક છે, જે પિતૃદોષથી પીડિત છે. તેમને આ ઉપાય કરવાથી પિતૃદોષનુ નિવારણ થઇ શકે.

સર્વ પિતૃ અમાસના દિવસે પાણીમાં કાળા તલ, સફેદ ચંદન, સફેદ ફૂલ નાખીને પીપડાના ઝાડમાં ચઢાવો. ત્યારબાદ વૃક્ષની પાસે શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવી ‘ઓમ સર્વ પિતૃ દેવાય નમ:’ મંત્રનો જાપ કરો. જેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *