પાચનક્રિયાને સારી રાખવાની સાથે સાંધાના દર્દને દૂર કરે છે આ 1 ગ્લાસ મિલ્ક શેક, ફાયદા જાણીને રોજ પીશો

હેલ્થ

ખજૂર શેક ઝડપથી અને ઘરે બની જાય છે. તેના માટે ખાસ સામગ્રીની જરૂર નથી પણ તે અનેક ફાયદા પણ આપે છે.

ખજૂર શેક સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પૌષ્ટિક પણ છે. વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સથી ભરપૂર ખજૂર શેકને તમે ટોનિક શેક પણ કહી શકો છો, અને તે અન્નરહિત હોઈ વ્રતના દિવસે પણ તેનું સેવન કરી શકાય છે. ગરમીના દિવસોમાં ઠંડા દૂધ સાથે અને શિયાળામાં ગરમ દૂધ સાથે પીવાથી અસરકારક પુરવાર થાય છે. શિયાળામાં ખજૂર શેકનું સેવન કરવાથી શરદી-ઉધરસથી બચી શકાય છે.

ખજૂર શેકને પીવાથી સાંધાના દુઃખાવવામાં રાહત મળે છે અને સાથે જ પાચનક્રિયા પણ સારી રહે છે. આ નાના બાળકોથી લઈને મોટેરાંને અનેક બીમારીમાં લાભ આપે છે

સૌપ્રથમ ખજૂરને સારી રીતે ધોઈ લો. ડિંટિયા કાઢીને ખજૂરને બારીક સમારી લો. કાજુને પણ નાના-નાના ટુકડા કરી લો. ઈલાયચીને છોલીને તેનો પાઉડર બનાવી લો. ખજૂરના ટુકડાને મિક્સરમાં નાખી, થોડું દૂધ ઉમેરીને ખજૂર બારીક થાય ત્યાં સુધી પીસી લો. હવે બાકી રહેલું દૂધ અને ઈલાયચી પાઉડર નાખીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લો. ખજૂર શેક તૈયાર છે.

નોંધ: ખજૂર ખૂબ મીઠા હોય છે, એટલે આ શેકમાં સાકરનો ઉપયોગ નથી કરવામાં આવતો. જો તમને વધારે મીઠાશ પસંદ હોય તો તમે મધનો ઉપયોગ કરી શકો છો. ખજૂર શેક વેનિલા આઈસક્રીમ અથવા તો ચોકલેટ આઈસ્ક્રીમ સાથે પણ પીરસી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *