ભગવાન શંકરની પૂજામાં તેમને પ્રિય વસ્તુઓ ચડાવવામાં આવે છે. જેમાં ધતુરાનું ફુલ, બીલીપત્ર, ચંદન, ભસ્મ વગેરેનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ તેમનો શ્રૃંગાર પણ હોય છે.
પરંતુ આ તમામ વસ્તુઓમાં સૌથી વધારે ખાસ હોય છે બીલીપત્ર, તેને ચડાવનાર ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. બીલીપત્ર શિવજીને કોઈપણ વારે ચડાવી શકાય છે પણ તેને સપ્તાહના સાતેય દિવસે તોડી શકાતું નથી. આવી જ કેટલીક ખાસ વાતો છે જેનું ધ્યાન રાખવાથી શિવજી તેના ભક્તના દુર્ભાગ્યને પણ દૂર કરી દે છે.
ક્યારે ન તોડવું બીલીપત્ર
– ચોથ, આઠમ, નોમ, ચૌદશ અને અમાસની તિથિ પર બીલીપત્ર તોડવું ન જોઈએ.
– સોમવાર શિવ પૂજા માટે ઉત્તમ વાર છે પરંતુ આ દિવસે પણ બીલીપત્ર તોડવું ન જોઈએ.
– કોઈપણ માસમાં આવતી સંક્રાતિ પર બીલીપત્ર તોડવું શુભ નથી ગણાતું.
બીલીના ઝાડની પૂજા
શિવ પુરાણ અનુસાર બીલીના વૃક્ષના મૂળમાં સ્વયં શિવજી બિરાજે છે. તેથી બીલીના વૃક્ષને પાણી ચડાવવું જોઈએ. માન્યતા છે કે બીલીના મૂળમાં ગંગાજળ ચડાવવાથી તીર્થ યાત્રા કર્યા સમાન ફળ મળે છે.
મંત્ર જાપ
શિવજીને ત્રણ અને પાંચ પાંદડાનું બીલીપત્ર ચડાવવાનું ખાસ મહત્વ છે. બીલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી લક્ષ્મી, સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત થાય છે. એટલા માટે જ જ્યારે પણ શિવલિંગ પર બીલીપત્ર ચડાવવું હોય ત્યારે આ મંત્ર અચૂક બોલવો જોઈએ. આ મંત્ર 11 વખત બોલી અને 11 બીલીપત્ર શિવજીને ચડાવવા જોઈએ.
મંત્ર
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम
त्रिजन्म पापसंहारं मेकबिल्वं शिवार्पणम
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.