હિન્દૂ ધર્મમાં તમામ દેવતાઓને પોતાનું સ્થાન અને મહત્વ છે. તમામ દેવતાઓની પૂજા-અર્ચના માટે તમામ વિશેષ દિવસ અંને વિધિ નક્કી હોય છે. સૌથી ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું નામ આવે છે. બ્રહ્મા જીને સૃષ્ટિના રચયિતા કહેવામાં માનવામાં આવે છે.
ભગવાન શિવ, વિષ્ણુ સહીત તમામ દેવતાઓની ઉપાસના થાય છે પરંતુ બ્રહ્માજીની પૂજા કરવામાં આવતી નથી. હવે એવામાં સવાલ થાય છે કે બ્રહ્માજીની પૂજા કેમ નથી થતી? પંડિત ઇન્દ્રમણિ ઘનસ્યાલ જણાવે છે કે બ્રહ્માજીની પૂજા નહિ કરવા પાછળ પૌરાણિક કથા પ્રચલિત છે. આઓ જાણીએ બ્રહ્માજીની આ કથા.
યજ્ઞ પહેલા કર્યા હતા લગ્ન
પુરાણો અનુસાર, એક વખત સૃષ્ટિના કલ્યાણમાટે બ્રહ્માજીએ એક યોજના બનાવી હતી. યજ્ઞ માટે જગ્યાની તલાસ માટે બ્રહ્માજીએ પોતાના એક કમળને પૃથ્વી પર મોકલ્યું. કમળ જે જગ્યા પર પડ્યું, ત્યાં બ્રહ્માજીનું મંદિર સ્થાપિત થયું અને આ જગ્યા રાજસ્થાનના પુષ્કરમાં છે. આ કમળ પડવાથી તળાવનું નિર્માણ થયું હતું.
યજ્ઞ માટે પણ એ જ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. આ પછી બ્રહ્માજી યજ્ઞ કરવા માટે યોગ્ય સ્થાન પર પહોંચ્યા. યજ્ઞ એક શુભ સમયે શરૂ થવાનો હતો, પરંતુ તેમના પત્ની સાવિત્રી સમયસર પહોંચ્યા ન હતા.
બધા દેવો આવ્યા પણ સાવિત્રીની ઓળખ ન થઈ. ત્યારે બ્રહ્માજીએ નંદિની ગાયના મુખમાંથી ગાયત્રીને પ્રગટ કર્યા અને તેમની સાથે લગ્ન કરીને યજ્ઞ પૂર્ણ કર્યો.
સાવિત્રીએ શાપ આપ્યો
થોડીવાર પછી સાવિત્રી યજ્ઞસ્થળ પર પહોંચ્યા અને બ્રહ્માજીની બાજુમાં એક સ્ત્રીને બેઠેલી જોઈ. આ કારણે તેઓ ગુસ્સે થઇ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે આ પૃથ્વી પર તમારી ક્યાંય પૂજા નહીં થાય. તે જ સમયે તમામ દેવતાઓએ માતા સાવિત્રીને શ્રાપ પાછો લેવા વિનંતી કરી.
જ્યારે ગુસ્સો શમી ગયો, ત્યારે સાવિત્રીએ કહ્યું, પુષ્કર સિવાય કોઈ જગ્યાએ બ્રહ્માજીની પૂજા કરવામાં આવશે નહીં અને મંદિરની સ્થાપના કરવામાં આવશે નહીં. જે કોઈ મંદિરની સ્થાપના કરશે તેનો નાશ થશે. આ શ્રાપને કારણે ભગવાન બ્રહ્માની પૂજા થતી નથી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.