ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ પ્રિય છે. જેથી ભગવાન કૃષ્ણને તુલસીના પાણીમાં સ્નાન કરાવવાથી તેઓ ખૂબ ખુશ થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે.
હિન્દૂ ધર્મમાં તુલસી માતાને લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે. જેથી હિન્દૂ સંસ્કૃતિ (Hindu Culture)માં ધાર્મિક રીતે તુલસીનું ખૂબ જ મહત્વ છે અને તુલસીની પૂજા કરવામાં આવે છે. દરરોજ તુલસીની પૂજા કરવાથી અને પાણી ચઢાવવાથી માતા લક્ષ્મી (Lakshmi Mata) ખુશ થાય છે, પરિવારમાં શાંતિ રહે છે અને દુઃખનો અંત આવે છે.
તુલસીના છોડના કારણે ઘરમાં સકારાત્મક ઊર્જા (Positive Energy) રહેતી હોવાનું કહેવાય છે. તુલસીના ફાયદા તો ઘણા લોકોને ખબર હોય છે પણ તુલસીના પાણીના ફાયદા અંગે વધુ લોકો જાણતા નથી. તુલસીના પાન નાંખીને બનાવેલું પાણી પવિત્ર માનવામાં આવે છે.
આ પાણીના ઉપયોગથી માતા લક્ષ્મી ખુશ થાય છે અને ઘરમાં પણ સુખ આવે છે. આજે અહીં તુલસીના પાણી સાથે જોડાયેલા કેટલીક ધાર્મીક રીત અંગે જાણકારી આપવામાં આવી છે, જે માતા લક્ષ્મીની કૃપા વરસાવશે અને સુખ-સમૃદ્ધિ લાવશે.
હઠીલા રોગ – લાંબી માંદગીમાં મળશે મુક્તિ
ઘરમાં કોઈ લાંબી માંદગીમાં પટકાયું હોય તો તેના પર પાણી છાંટવું જોઈએ. પૂજા કર્યા બાદ એક અઠવાડિયા સુધી આવું કરવું જરૂરી છે. તુલસીનું પાણી છાંટવાથી બીમારીની અસર ઘટે છે અને વ્યક્તિ સાજો થઈ જાય છે તેવી માન્યતા છે.
ભગવાન કૃષ્ણની કૃપા મેળવવા
ભગવાન કૃષ્ણને તુલસી ખૂબ પ્રિય છે. જેથી ભગવાન કૃષ્ણને તુલસીના પાણીમાં સ્નાન કરાવવાથી તેઓ ખૂબ ખુશ થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માંગતા હોવ તો તમારે તેમને તુલસીના પાણીથી સ્નાન કરાવવું જોઈએ.
નકારાત્મક શક્તિ દૂર કરવા
નકારાત્મક શક્તિ ભગાડવા માટે પણ તુલસીનું પાણી ઉપયોગમાં લઈ શકાય છે. આ માટે તુલસીના પાનને આખી રાત પાણીમાં પલાળી રાખો. બાદમાં સવાર સાંજ પૂજા બાદ ઘરના દરેક ખૂણે તુલસીના પાણીનો છંટકાવ કરો. આવું કરવાથી નકારાત્મક શક્તિ દૂર થશે અને સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થશે.
નોકરી ધંધામાં બરકત માટે
સતત મહેનત કર્યા પછી પણ નોકરી કે ધંધામાં બરકત થતી ન હોય તો તુલસીના પાનને ત્રણ દિવસ પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ સવાર-સાંજ પૂજા બાદ ઓફિસ કે કચેરીમાં આ પાણીનો છંટકાવ કરો. આવું કરવાથી કારોબારની વૃદ્ધિ માટેના માર્ગો ખુલે છે અને સરળતાથી નોકરી પણ મળે છે
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.