સનાતન ધર્મમાં એવી અનેક પ્રાચીન પરંપરાઓ છે, જે દુનિયાના કરોડો લોકોને માર્ગદર્શન આપે છે. દીવો પ્રગટાવવો એ એમાંની એક પરંપરા છે. ભાગ્યે જ એવું કોઈ કામ હશે, જેની શરૂઆત દીવો પ્રગટાવ્યા વગર કરવામાં આવતી હોય.
દીવો પ્રગટાવવાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે, અને જીવનમાંથી અંધકાર દૂર થાય છે એવી માન્યતા છે. પરંતુ આરતી દરમિયાન જો અચાનક દીવો ઓલવાઈ જાય તો તેનું શુ સંકેત છે (Deepak ke Bujhne ka Arth) આવો વિગતવાર જાણીએ.
દેવી દેવતાઓ નારાજ થવાના સંકેતો
ધર્મશાસ્ત્રો અનુસાર જો આરતી કરતી વખતે જો દીવો ઓલવાઈ જાય તો તે દેવી દેવતાઓ નારાજ છે તેવો સંકેત આપે છે. જયારે એવું થાય તો આરતી કરનારની ઇચ્છામાં અવરોધો પેદા થાય છે, આવું બને તો ભગવાન સમક્ષ બે હાથ જોડી ને સાચા દિલથી માફી માંગીને ફરીથી દીવો સળગાવી શકાય છે.
સાચા દિલથી પ્રાર્થના ન કરવી એ પણ એક કારણ હોઈ શકે
પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જવાનો મતલબ (Deepak ke Bujhne ka Arth) એ પણ છે કે પૂજા કરનાર સાચા દિલથી પ્રાર્થના કરી રહ્યા નથી.
તે પૂજા કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરે કે એમનું ધ્યાન કોઈ બીજી વસ્તુ કે કામ તરફ હોય તો પણ એવું થઈ શકે છે. એના માટે પૂજા અર્ચના કરતા પહેલાં બધા ઇલેક્ટ્રિક ગેઝેટ બંધ કરી દેવા જોઈએ.
દીવો બુઝાઈ જવો એ અનિષ્ટની નિશાની છે
આરતી કરતા સમયે દીવો બુઝાઈ જવો (Deepak ke Bujhne ka Arth)એ કંઈક ખરાબ થવાની નિશાની છે, તેથી આરતી કરતા પહેલાં દીવામાં પૂરતું તેલ કે ઘી નાખો.
દીવાની વાટની લંબાઈ બરાબર ચકાસીને દીવો લાંબો સમય સળગતો રહે તેનું ખાસ ધ્યાન રાખશો તો દીવો ઓલવાશે નહીં.
દીવો સળગાવતા પહેલાં કૂલર-પંખાને બંધ રાખો
તમે જયારે પૂજા કરવાની ચાલુ કરો ત્યારે કૂલર કે પંખો બંધ છે કે નહીં તેની ખાતરી કરો. જ્યાંથી જોરદારપવન આવતો હોય તેવી જગ્યાએ દીવો રાખવો જોઈએ નહીં. જો ખૂબ જ પવન આવતો હોય તો તે જગ્યાએ દીવાને ઢાંકી દો જેથી દીવો બુઝાઈ ન જાય.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.