હિન્દુ ધર્મમાં ત્રણ પ્રમુખ દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. જેમને ત્રિદેવ કહેવામાં આવે છે. બાકીની જગ્યાઓએ ત્રણના અંકને અશુભ માનવામાં આવે છે.
આ સૃષ્ટીનુ સર્જન કરનાર, પાલનહાર અને સંહારક ત્રણે દેવ છે. તે રીતે જોવા જઇએ તો ત્રણનો અંક ખુબ શુભ હોવો જોઇએ પરંતુ પુજાપાઠ અને તમામ રિતી રિવાજમાં ત્રણના અંકને અશુભ માનવામાં આવ્યો છે. જમવાની થાળીમાં પણ 3 રોટલી મૂકવામાં આવતી નથી.
જો કોઇ આવુ કરે છે તો ઘરના વડીલ તેને આવુ કરવાની ના પાડી દે છે. કોઇ રેસ્ટોરન્ટમાં પણ એક સાથે ત્રણ રોટલી આવતી નહી જોઇ હોય. તેની સંખ્યા 1, 2 કે 4 હશે. આવામાં ઘણીવાર પ્રશ્ન થાય કે ત્રણને આટલુ અશુભ કેમ માનવામાં આવે છે.
મૃતકના ભોજનમાં હોય 3 રોટલી
હિન્દુ ધર્મમાં ત્રણ રોટલી પીરસેલી થાળીને મૃતક સમાન માનવામાં આવે છે. કારણકે વ્યક્તિના મૃત્યુ બાદ તેના ત્રયોદશી સંસ્કાર પહેલા ભોજનની થાળી પિરસવામાં આવે છે. જે મૃતકને સમર્પિત કરવામાં આવે છે. આ થાળીને જે પિરસે છે તેના સિવાય કોઇ જોતુ નથી. આ જ કારણ છે કે ઘરના વડીલ થાળીમાં 3 રોટલી એક સાથે લેવાની ના પાડે છે. ત્રણ રોટલી સાથે રાખીને જે વ્યક્તિ ભોજન લે છે તેના મનમાં બીજા વ્યક્તિઓ પ્રત્યે શત્રુતા થાય છે.
વૈજ્ઞાનિક કારણ
આ સિવાય જો વૈજ્ઞાનિક કારણ જોઇએ તો સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનુ માનવુ છે કે દિવસમાં થોડુ થોડુ કરીને ખાવુ જોઇએ, આવામાં એક સમયમાં ભોજનની થાળીમાં એક વાટકી દાળ, થોડુ શાક અને 2 રોટલી તેમજ થોડો ભાત જ હોવો જોઇએ. આ પ્રકારના ડાયેટને સંતુલિત માનવામાં આવ્યો છે. કારણકે વ્યક્તિને રોટલીથી જ 1200થી 1400 કેલેરી ઉર્જા મળે છે. આવા સમયમાં વધારે ભોજન કરવુ વ્યક્તિની પરેશાની વધારી શકે છે