ઔષધીય ગુણોથી ભરપૂર અને પવિત્ર તુલસી (Tulsi) હિંદુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને પૂજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે દરેક વ્યક્તિએ ઘરમાં તુલસીનો છોડ લગાવવો જ જોઈએ અને એટલે જ લગભગ તે દરેક જગ્યાએ જોવા મળે છે. તુલસી ભગવાન વિષ્ણુ (Lord Vishnu) ને અત્યંત પ્રિય છે, તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી કહેવાય છે. સાથે જ વિના તુલસી શ્રીહરિ વિષ્ણુને ભોગ પણ ચઢાવવામાં નથી આવતો.
ઇન્દોરના રહેવાસી જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણ કાન્ત શર્મા જણાવે છે કે તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની કમી ક્યારેય નથી થતી. અહીં તુલસીના કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જે તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ દૂર કરી શકે છે.
જળ ચઢાવો
જો તમે કોઇપણ પ્રકારના રોગ અથવા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો નિયમિતપણે તુલસીને જળ ચઢાવો અને એમ કરતી અહીં જણાવેલા મંત્રનો જાપ કરતા રહો.
મંત્ર– મહાપ્રસાદ જનની સર્વ સૌભાગ્યવર્ધિની આધિ વ્યાધિ હરા નિત્યં, તુલસી ત્વં નમોસ્તુતે
ઇચ્છાપૂર્તિનો ઉપાય
તમારા શરીર જેટલી લંબાઈનો પીળો દોરો લો અને એ દોરાને તુલસી પાસે લઈ જાઓ. ત્યાં પોતાના મનની ઇચ્છા કહો અને એ દોરામાં 108 ગાંઠ બાંધીને તેને તુલસીના છોડમાં બાંધી દો. જ્યારે તમારી ઇચ્છા પૂરી થઈ જાય તો એ દોરાને ખોલી નાખો.
નેગેટિવિટી થશે દૂર
પોતાના ઘરમાંથી નેગેટિવિટી દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા તુલસીના 5 પાન પોતાના તકિયા નીચે રાખીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘરની બધી નકારાત્મકતા દૂર થશે.
ધન પ્રાપ્તિના ઉપાય
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો સવારે તુલસીના ચાર પાન તોડીને તેને એક પિત્તળના વાસણમાં 24 કલાક માટે પાણીમાં બોળી રાખો. 24 કલાક બાદ એ પાણીનો આખા ઘરમાં છંટકાવ કરો. એમ કરવાની શરૂઆત મુખ્ય દ્વારથી કરો. અસર તમે પોતે જોઈ શકશો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.