નોકરી-બિઝનેસમાં સફળતા અને પ્રગતિ માટે ગ્રહોના રાજા સૂર્યની કૃપા જરૂરી છે. જીવનમાં સફળતા, માન-સન્માન, આત્મવિશ્વાસ, તંદુરસ્ત આરોગ્ય સૂર્યની કૃપાથી મળે છે. રવિવારનો દિવસ સૂર્ય દેવને સમર્પિત છે.
સમાપ્ત થશે નિષ્ફળતા
એવામાં આજના દિવસે સૂર્યની પૂજા-આરાધના કરવાથી સૂર્ય સાથે સંબંધિત ચીજ વસ્તુઓનું દાન કરવાથી તાત્કાલિક લાભ મળે છે. જેનાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને શુભ ફળ પણ મળે છે. કુંડળીમાં સૂર્ય નબળો પડવાથી માણસના જીવનમાં સંઘર્ષ અને અસફળતાઓનો સમય ખત્મ થતો નથી. તેની કારકિર્દીંમાં મુશ્કેલી આવે છે. રવિવારના દિવસે નાના ઉપાય કરવાથી આ સમસ્યાઓ દૂર થાય છે. જેના માટે રવિવારે અમુક ચીજ વસ્તુઓનું દાન કરવુ જોઈએ. જેનાથી નોકરી-બિઝનેસમાં ઝડપથી પ્રગતિ થાય.
આ કરો દાન
નોકરી-બિઝનેસ અથવા જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તાત્કાલિક સફળતા મેળવવા માટે રવિવારે સૂર્ય સાથે સંબંધિત ગોળ, તાંબુ, ઘઉં અને મસૂરની દાળનું સેવન કરો. જેની માત્રા તમે તમારી ક્ષમતા મુજબ રાખી શકો છો. દર રવિવારે ગોળ, તાંબુ, ઘઉં અને મસૂરની દાળમાંથી કોઈ પણ એક વસ્તુનું દાન કરો. તમે ઈચ્છો તો એકસાથે પણ આ વસ્તુનું દાન કરી શકો છો. જેના માટે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યની પૂજા કરો અને પછી આ વસ્તુઓનું દાન કરો. બની શકે તો રવિવારે ઓમ ધૃણિ સૂર્યાય નમ: મંત્રનો જાપ કરો. જાપ દરમ્યાન પોતાનુ સંપૂર્ણ ધ્યાન સૂર્ય દેવ પર લગાવો. જેનાથી તાત્કાલિક લાભ થશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.