ચમત્કાર નહીં તો આ બીજું શું છે? સૂર્ય મંદિરમાં આહલાદક નજારો જોવા મળ્યો, વર્ષમાં 2 દિવસ આ સંજોગ બને છે…

ધાર્મિક

સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈને ગર્ભગૃહમાં આકર્ષક રૂપમાં સૂર્ય કિરણો ફેલાયા

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા ખાતે આવેલ સુપ્રસિદ્ધ સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું. ત્યારે મંદિર એ રીતે નિર્માણ કરાયું હતું કે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સભાખંડ અને બાદમાં ગર્ભગૃહમાં સૂર્યમંદિરમાં સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું. હાલમાં પણ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. જેમાં સૂર્યનું પહેલું કિરણ સભાખંડ માંથી ગર્ભગૃહમાં પહોંચે છે.

જોકે હાલમાં મંદિરમાં સૂર્યેદેવની પ્રતિમા નથી. જેથી પહેલાંની જેમ સૂર્યકિરણોનું પરાવર્તન મંદિરમાં થવાનો સંજોગ હવે રહ્યો નથી. ખાસ આ ઘટના ઘટવાનું કારણ એ છે કે સૂર્ય મંદિરના નિર્માણ વખતે જીણવણભર્યું કામ અને મોઢેરા થી કર્ક વૃત્ત પસાર થતું હોવાથી આ નજારો વર્ષમાં બે વાર નિહાળવાનો મોકો મળે છે. સૂર્ય મંદિર માં સૂર્યના પ્રથમ કિરણ પ્રવેશતા આહલાદક દ્રષ્યો સામે આવ્યા હતા મંદિરના ગર્ભ ગૃહ સોનેરી પ્રકાશ સાથે મેઘ ધનુષ ના નયન રમ્ય દ્રષ્યો સર્જાયા હતા.

આ નજારો જોવા ગુજરાતના અન્ય જિલ્લામાંથી પર્યટકોની ખાસ હાજરી પણ જોવા મળી.સૂર્યમંદિરની સ્થાપના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ. 1026 માં કરી હતી. આ મંદિર 3 ભાગોમાં જોડાયેલું છે. પ્રથમ રામકુંડ કહેવાય છે એ સૂર્યકુંડ છે. આ કુંડમાં લગભગ 108 જેટલા નાના મંદિરો જોવા મળે છે. મંદિરના મધ્યભાગે સભાખંડ કે પ્રાર્થનાગૃહ કહી શકાય તેવી સંરચના છે. જે બાદ મુખ્યભાગમાં સૂર્યદેવતાનું મુખ્ય મંદિર આવેલ છે.

આ મંદિર રેતાળ પથ્થરોથી બનેલું છે. સૂર્ય મંદિર પાસે થી કર્ક વૃત્ત પસાર થવાથી અને આ મંદિરની ભૌમિતિક સંરચના ખૂબ સુંદર રીતે કરવામાં આવી હતી. જેના કારણે રાત અને દિવસ જે સમયે એકસરખા હોય છે ત્યારે સૂર્યનું પહેલું કિરણ આજે પણ મંદિરના ગર્ભગૃહમાં પડે છે. આમ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે આવો નજારો માણી શકાય છે. સંપૂર્ણ મંદિરનું નિર્માણ ઈરાની શૈલીમાં કરવામાં આવ્યું છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર શ્રેષ્ઠ કળાકારીગરી ધરાવતાં દેવીદેવતાઓના ચિત્રો અને રામાયણ તથા મહાભારત ના પ્રસંગોને કોતરવામાં આવ્યાં છે.

સૂર્ય મંદિરમાં સૂર્યના કિરણો પ્રવેશવાની સાથે મંદિર માં ગોલ્ડન કલર પ્રસર્યો હતો અને સુંદર દ્રષ્યો સામે આવ્યા હતા. સૂર્ય મંદિરની બાંધકામ શૈલી જ આબેહૂબ હોવાથી લોકો સૂર્ય મંદિર માં યોજાતા ઉત્તરાર્ધ મહોત્સવ હોય કે પછી આજે યોજાયેલ આ આહલાદક દ્રષ્યો નિહાળવા અચૂક લાભ લેતા હોય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *