અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. અમદાવાદનાં સૌથી જુના અને એતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં એક લોકવાયકામાં માતાજીના હાથ સાથે જોડાયેલી છે.
માતાજીનો હાથ કિલ્લા પર છે
એક લોકવાયકા અનુસાર નગરદેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા. ત્યારે મા ભદ્રકાળીને દરબાને અટકાવ્યો હતો અને ત્યારથી ભદ્ર કિલ્લા ખાતે મા ભદ્રકાળી થાકી ગયા હતા અને તેમણે પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી મા ભદ્રકાળીનાં હાથની છાપ ત્યારથી બની ગઈ છે.
13 મી સદીનું મંદિર
વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13 મી સદીમાં આ મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે આશાવલી ભીલને પરાસ્ત કરી સાબરમતી કિનારે કર્ણાવતી નગરી સ્થાપી. અહમદશાહ બાદશાહે ઈ.સ. 1411 માં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે કિલ્લો બનાવ્યો હતો. અને આ કિલ્લાની રક્ષા કરતાં નગરદેવી માતા ભદ્રકાળી કહેવાયાં. મા ભદ્રકાળીનો પરચો થતાં મુઘલ સુબા આઝમખાન પણ દર નવરાત્રિમાં માતાને ચૂંદડી ચઢાવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ આવ્યા ત્યારે તેમણે પણ નગરદેવીનાં દર્શન કર્યા હતા.
આઠમનું મહત્વ
નવરાત્રિમાં આઠમના દિવસે ભદ્રકાળી મંદિરનું અનેરુ મહત્વ હોય છે. કે અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરદેવી તરીકે સાક્ષાત બિરાજમાન છે. નવરાત્રીમાં 64 જોગણીઓ બહાર ફરવા નીકળે છે. જેથી ભક્તો માતાજીના આશિર્વાદ લેવા અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી માતાજીના દર્શને આવતા હોય છે અને દિલથી માતાજીના દર્શન અને સેવા કરે છે. આઠમ અને નોમના દિવસે માતાજીના દર્શનનો લાહવો લેવા જેવો છે. જેથી ભક્તોની ભારે ભીડ આઠમ અને નોમમાં રહે છે. ભદ્રકાળી મંદિરે રાત્રે આઠમનો હવન શરુ થશે જે સવારે પૂર્ણ થશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.