આજે નાગપંચમી પર બની રહ્યો છે 108 વર્ષ બાદ દુર્લભ સંયોગ, જાણો કઈ રાશિઓએ રહેવું પડશે સાવધાન

ભવિષ્ય

આ વર્ષે આવતીકાલે નાગપંચમીના શુભ અવસરે 108 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે જે 3 રાશિના લોકો માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે.

શ્રાવણનો મહિનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે આ મહિનામાં ભગવાન શિવની આરાધનાનું ખાસ મહત્વ પણ જોવા મળે છે. આવતીકાલે નાગપંચમીનો તહેવાર હોવાની સાથે 108 વર્ષ બાદ એક દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. આ અનેક રાશિને માટે સારું તો 3 રાશિના લોકો માટે થોડું મુશ્કેલ પરિણામ લાવી શકે છે.

જાણો કઈ રાશિઓને થઈ શકે છે લાભ અને કોણે રહેવું પડશે સાવધાન

મેષ, વૃષભ,કર્ક અને મકર રાશિના લોકોને આ સમયે લાભ થવાની શક્યતા છે તો સાથે જ આ સંયોગના કારણે મિથુન, તુલા અને કુંભ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જાણો કઇ 3 રાશિને થશે શું મુશ્કેલીઓ

મિથુન રાશિ

નાગપંચમીના દિવસે મિથુન રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું રહેશે. આ સિવાય ઘરના મોટા સાથે વાદ વિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ પાવન દિવસે આ રાશિના લોકોએ વાસૂકી નાગની પૂજા કરવી. તેનાથી કષ્ટમાંથી મુક્તિ મળી શકે છે.

તુલા રાશિ

આ રાશિના લોકોને ખાસ સલાહ આપવામાં આવે છે કે નાગપંચમીના દિવસે તમે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મનમાં કોઈ પણ વહેમ ન રાખો. આ અવસરે ભગવાન શિવને જળ અર્પણ કરો અને સાથે તક્ષક નાગની પૂજા કરો.

કુંભ રાશિ

નાગપંચમીના અવસરે આ રાશિ પર મોટો પ્રભાવ જોવા મળી શકે છે. આ સમયે જાતકોને સલાહ અપાઈ છે કે તેઓ ખાસ કરીને સ્વાસ્થ્યનું ધ્યાન રાખે અને કોઈ ચિંતામાં ન રહે. ભગવાન શિવને જળ અર્પણ કરે અને વિષધર નાગની પૂજા કરે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *