નવરાત્રિ દરમિયાન આ 7 કામ ખૂબ જ અશુભ માનવામાં આવે છે, ધ્યાન રાખજો તમે ભૂલથી પણ ન કરતા…

ધાર્મિક

નવરાત્રિને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસોમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. પણ જો આ દિવસો દરમિયાન તમે અમુક ભૂલો કરશો તો અશુભ ફળ મળશે. ચાલો જાણી લો.

નવરાત્રી ઉપવાસના નવ દિવસનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા અને ઉપવાસ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. નવરાત્રિમાં કેટલાક કામ કરવાની સખ્ત મનાઈ હોય છે. તો ચાલો તમે પણ જાણી લો.

આ કામ ભૂલથી પણ કરવા નહીં

જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપના કરો છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યાં છો અને અખંડ જ્યોત પ્રજ્વલિત કરી રહ્યાં છો તો ઘરને ક્યારેય ખાલી છોડવું નહીં. પૂજા ઘર ગંદુ રાખવું નહીં. આવું કરવાથી માતાજીના આશીર્વાદ મળતા નથી.

નવરાત્રિ દરમિયાન નખ કાપવાની મનાઈ છે. આ સિવાય નવરાત્રિના નવ દિવસ દાઢી – મૂંછ અને વાળ કપાવવા જોઈએ નહીં. જોકે, આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું શુભ માનવામાં આવે છે.

નવરાત્રિમાં ઉપવાસ રાખનાર વ્યક્તિએ ભૂલથી પણ ડુંગળી, લસણ કે નોનવેજનું સેવન કરવું જોઈએ નહીં. નવરાત્રિ દરમિયાન આલ્કોહોલથી પણ દૂર રહેવું. વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિમાં દિવસ દરમિયાન સૂવું નહીં.

નવરાત્રિમાં નવ દિવસ ઉપવાસ રાખનાર લોકોએ કાળા રંગના કપડા પહેરવા નહીં. આ દરમિયાન સાફ સફાઈનું ધ્યાન રાખવું. આ દરમિયાન ઉપવાસ રાખનાર વ્યક્તિએ ગંદા અને મેલા કપડાં પહેરવા નહીં. આ દરમિયાન સીવણ કામ પણ કરવાની મનાઈ છે.

ઉપવાસના 9 દિવસ દરમિયાન ભોજનમાં અનાજ અને મીઠું લેવું નહીં. ભોજનમાં સિંધવ મીઠું, મોરૈયો, ફળ, બટાકા, સાબુદાણા, સામો, મગફળી વગેરેનું સેવન કરવું. નવરાત્રિ દરમિયાન એક જગ્યાએ બેસીને ફળાહાર ગ્રહણ કરવું.

જો નવરાત્રિમાં દુર્ગા ચાલીસા મંત્ર અથવા સપ્તશતીનું જાપ કરી રહ્યાં છો તો એ દરમિયાન વચ્ચે કોઈની સાથે વાત કરવી નહીં. આવું કરવાથી તમારી પૂજાનું ફળ નકારાત્મક શક્તિઓ લઈ જાય છે. ઉપવાસ રાખનાર લોકોએ બેલ્ટ, ચપલ-જૂતા, બેગ જેવી ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.

ઉપવાસ રાખનારે 9 દિવસ સુધી લીંબુ કાપવું નહીં. ઉપવાસ દરમિયાન ફળ ખાઈ રહ્યાં છો તો એક જ વારમાં તેને ખ-તમ કરી દો. નવરાત્રિ દરમિયાન ઉપવાસનું ફળ મેળવવા માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.