મંગળાવરે હનુમાનજીના આ ઉપાય તમને જરૂર બનાવશે ધનવાન…

ધાર્મિક

સનાતન પરંપરામાં પવનપુત્ર હનુમાનજી(Lord Hanuman)ને શક્તિ અને બળનું પ્રતિક માનવામાં આવ્યા છે. હનુમાનજી કળિયુગમાં સૌથી વધુ પૂજાતા દેવતા છે, તેમનું માત્ર નામ લેવાથી જ તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. શ્રી હનુમાનજીની ઉપાસ (Hanumanji pooja )ના માટે મંગળવાર (Tuesday) નો દિવસ સૌથી શુભ દિવસ માનવામાં આવે છે.

શ્રી હનુમાનજી રામના ગુણગાન ખૂબ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામ કથા હોય અથવા રામના ગુણગાન ગવાતા હોય, ત્યાં હનુમાનજી સ્વયં હાજર રહે છે. તો ચાલો આપણે જાણીએ તે તમામ ઉપાયો કે જેનાથી બજરંગબલીની કૃપા વરસે છે અને જીવનની દરેક મુશ્કેલીઓનો નાશ થાય છે.

1 હનુમાનની કૃપા મેળવવા માટે મંગળવારે કોઈપણ મંદિરમાં જાવ અને હનુમાનજીને સિંદૂર અને તેલ ચડાવો. હનુમાનજીને પ્રસન્ન કરવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે, આમ કરવાથી ભક્તની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થાય છે.

2 શ્રી હનુમાન ચાલીસાના પાઠ કરવા એ હનુમાનજીની ઉપાસના કરવાની એક સરળ રીત છે. જો તમે કોઈપણ સિદ્ધિ માટે દિવસમાં સાત વખત હનુમાન ચાલીસાના પાઠ કરો છો, તો તમને તેમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે.

3 કોઈપણ કાર્ય સિદ્ધ કરવા માટે હનુમાનજીના ખૂબ જ સરળ મંત્ર ‘ૐ હનુમાનતે નમ:’ નો જાપ પંચમુખી રુદ્રાક્ષની માળાથી કરવો જોઈએ. આ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી જોઈએ.

4 મંગળવારે શ્રી હનુમાનજીની પ્રતિમા અથવા ચિત્ર સામે ચોમુખી દીવો પ્રગટાવો. દરરોજ આ ઉપાય કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને ઘરમાં સુખ-સંપત્તિનો વાસ રહેશે.

5 મંગળવારે સ્નાન-ધ્યાન બાદ એવા પીપળાના ઝાડ નીચે જાવ કે જ્યાં બજરંગબલીની મુર્તિ સ્થાપિત હોય. ત્યાં જઈને સૌ પ્રથમ પીપલાણા ઝાડને પાણી રેડવું, ત્યાર બાદ તેની સાત વાર પરિક્રમા કરવી. ત્યાર બાદ પીપલાણા ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરવા. માનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉપાય કરતાં રહેવું.

6 હનુમાન ચાલીસાની જેમ હનુમાનજી ની પૂજા સાથે જોડાયેલા કેટલાક માનસ મંત્રો છે. જેના શ્રદ્ધા પૂર્વક જાપ કરવાથી હનુમત કૃપા પ્રાપ્ત થાય છે. જેમ કે અગર તમે કોઈ કોર્ટ-કચેરીમાં કેસ જીતવા માંગો છો તો તે કેસની ફાઇલને રાખીને હનુમાનજીના ફોટો કે મુર્તિ સામે રાખીને પૂરી શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ – ‘પવન તનય બલ પાવન સમાન’ આ મંત્રનો જાપ કરવાથી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *