જાણો સાયલા લાલજી મહારાજ મંદિર નો અદ્ભુત ઇતિહાસ…

ધાર્મિક

સાયલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

અગાઉ આઝાદી પૂર્વે સાયલા બિનતોપ સલામી ધરાવતું રજવાડું હતું જે ઝાલાવંશના શાસકોના શાસન હેઠળ હતું. સાયલા ભગતનું ગામ નામે પણ જાણીતું છે. સાયલાના સોમવારીયા પેંડા પ્રખ્યાત છે. અહીંનાં માનસરોવર તળાવ અને લાલજી મહારાજનાં મંદિરની જોવા લાયક સ્થળોમાં ગણના થાય છે.

કચ્છ ,કાઠીયાવાડ અને ઝાલાવાડ એટલે સાધુ. સંતો , મહંતો અને શુરવીરો ની ભૂમિ . જે પવન ભૂમિમાં ભજન અને ભોજન નો મહિમા અનેરો રહ્યો છે.  એટલા માટે તો સૌરાષ્ટ્ર દર નું એક સુનદર વાક્ય  “ટુકડો ત્યાં હારી ટુકડો”  એવી ઝાલાવાડ ની પવિત્ર ધારા માં વસંત ઋતુ નો સમય ચાલી રહ્યો હતો.  આકાશ નિર્મળ હતું.  શુકલ પક્ષ નો ચંદ્ર દિનપ્રતિ દિન વૃદ્ધિ ને પામતો.  જગત ને અમૃત સિંચન કરીરહ્યો હતો.  એવા શુભ સમયે વિક્રમ સવંત ૧૮૫૬ના ચૈત્ર સુદ ૯ ને સોમવાર ના મંગલ પ્રભાતે ભગવાન ભાસ્કર દેવે પ્રકાશ પાથર્યા એવા સમયે વાંકાનેર પાસે ના સિંધાવદર નામના ગામ માં દશા શ્રી માંળી બળવંત શાહ અને વિરુબાઈ ને ત્યાં સંત શિરોમણી શ્રી લાલજી મહારાજ નો જન્મ થયો.

લાલજી મહારાજ નાનપણથીજ શ્રી રામ ભક્તિ પારાયણ હતા.  લાલજી મહારજે વાંકાનેર ના શ્રી રઘુનાથજી મંદિર ના મહંત શ્રી ૧૦૮ શ્રી સેવાદાસજી મહારાજ પાસેથી શ્રી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી ને શ્રી લક્ષ્મી દાસ જી એવું નામ ધારણ કર્યું.  છતાં જન્મ નું નામ લાલજી મહારાજ હોવાથી શ્રી લાલજી મહારાજ એજ નામથી પ્રસિદ્ધ થયા.  સાધુના મહા નિયમ પ્રમાણે પોતે સનાતન ધર્મ ના પ્રચાર માટે વિચારતા વિચારતા ભક્તો ના આગ્રહ થી ઝાલાવાડ ના મૂડી – સિધ્ધસર ગામો માં ધર્મ પ્રચાર કરતા હતા.

એવા સમયે સાયલા ના ઠાકોર સાહેબ શ્રી મદારસિહ જી બાપુના ભાવભીના આમંત્રણ થી સાયલા પધાર્યા.  અને ઠાકોર સિંહ ને પ્રભુ પ્રસાદ તથા ચરણામૃત પાન કરાવી બ્રમ્હ રા-ક્ષસ નો ત્રા-સ દુર કર્યો.  રાજા અને પ્રજાજનો નાં આગ્રહ થી વિક્રમ સવંત ૧૮૮૯ ની સાલમાં શ્રી લાલજી મહારાજ ની જગ્યા ની સ્થાપના કરીને દરેક લોકો માટે શીરાપુરી નું અન્નશેત્ર શરુ કર્યું.  શીરાપુરી ના અન્નાશેત્ર ના નિભાવ માટે કાઈક કાયમી આવક નું સાધન હોય તો સારું એવું ઘણા લોકો મહારાજ ને કેહવા લાગ્યા .  એવા સમયે લાલજી મહારાજે કહુય કે તમે બધા ભગવાન ની આદન્યા ને કેમ ભૂલો છો.  ભગવાન ના ભરોસે સ્થાપેલી આ જગ્યા ની જવાબદારી મહારાજ ના વચન પ્રમાણે આજે સાયલા શ્રી લાલજી મહારાજ ની મંડળીઓ કેવળ ભગવાન નું સંકીર્તન અને કરતાલ પૂરી સાધના થી જ જગ્યા નો ખર્ચ પૂરો થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.