દિવાળી ના દિવસે આ પાંચ જગ્યાએ દીવા પ્રગટાવવા થી માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં નિવાસ કરશે…

ધાર્મિક

કારતક મહિનાની અમાસના દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આમ પાંચ દિવસ સુધી આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ. કહેવાય છે કે દિવાળીના દિવસે માતા લક્ષ્મી દીવાના પ્રકાશથી ઝગમગતી જગ્યાઓ પર આંટો મારવા નીકળે છે. તો માતા લક્ષ્મીને ખુશ કરવાનો આનાથી વધુ સારો સમય કયો હોય શકે?

પૌરાણિક કથાઓ અનુસાર, દિવાળીના દિવસે જ રામ ભગવાન સીતામાતા અને લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ બાદ પરત ફર્યા હતા. એ ખુશીમાં અયોધ્યા વાસીઓએ પોતાના ઘર સાથે આખા શહેરમાં દિવા પ્રગટાવાય હતા.

માતા લક્ષ્મી દિવાળીની રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. આ દિવસે માતા લક્ષ્મી જે કોઈ વ્યક્તિના ઘરે નિવાસ કરે તે ઘરમાં પૈસાની તંગી ક્યારેય થતી નથી.

માતા લક્ષ્મીની કૃપા બની રહે એ માટે લોકો તેના ઘરેની આસપાસ દીવા પ્રગટાવી રોશની ફેલાવે છે. પણ ઘણા લોકોને ખબર નથી હોતી કે ક્યા ચોક્કસ સ્થાન પર દિવા પ્રગટાવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે.

ચાલો તો તમને એવી ચોક્કસ જગ્યા વિષે જણાવીએ જ્યાં દીવા પ્રગટાવી રોશની ફેલાવાથી મા કરવા આવશે.

1. ઘરની આસપાસના ચોકમાં જ્યાં જ્યાં અંધારું છવાયેલ હોય ત્યાં દીવા પ્રગટાવી રોશની ફેલાવી જોઈએ. આ જગ્યા પર અંજવાળું કરવાથી તમારી પૈસાથી જોડાયેલ દરેક સમસ્યાઓનું સમાધાન મળી જશે.

2. માતા લક્ષ્મીનું આગમન ઘરના મુખ્ય દરવાજેથી થશે તો ત્યાં દીવો પ્રગટાવો ખુબ જરૂરી છે.

3. દિવાળીના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો જોઈએ. કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે.

4. દિવાળીને દિવસે જ્યાં લક્ષ્મી પૂજન કર્યું હોય એ જગ્યા પર આખી રાત દીવો પ્રગટી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

5. આસપાસ કોઈ સુમસામ જગ્યા કે સ્મશાન હોય તો ત્યાં પણ દીવો પ્રગટાવી અને અંધારું દૂર કરવું જોઈએ. ઘરની આસપાસ આવેલ મંદિરમાં જઈ અને દીવો પ્રગટાવો જોઈએ.

6. ઘરના આંગણે આખી રાત દીવો પ્રગટાવીને રાખવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ જરૂર મળશે અને દરેક સમસ્યાનું સમાધાન મળી જશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *