સુરતના ઓલપાડ તાલુકાના અરબી સમુદ્ર કાંઠે આવેલા ડભારી દરિયા કાંઠે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે આ ધાર્મિક સ્થાનને અહીંના લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે.
દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે જેનો પુરાવો મંદિર ના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વાર પર થયેલો મધ પૂડો છે.
અહીં આવતા ભક્તોના કહેવા મુજબ છેલ્લા ઘણાં વર્ષોથી માતાજી ના ગર્ભ ગૃહના મુખ્ય દ્વાર પર કે જ્યાંથી લોકો ઉભા રહી અને પ્રવેશી માતાજીના દર્શન કરે છે ત્યાં મોટી મધ માખી મધ પૂડો બનાવે છે. જોતાં લાગે છે મધમાખીઓ જાણે મંદિરની રખેવાળી કરી રહી હોય.
ચમત્કારની વાત તો એ કે અહીં આવતા ભક્તોને મધમાખી કોઈ પ્રકારનું નુકસાન નથી પહોંચાડતી. આટલુંજ નહીં પણ મધમાખી મંદિરની રખેવાળી પણ કરે છે.
રવિવારના રોજ અહીં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શને આવતા હોય છે એમ કહેવાય છે કે મધમાખી જેના પર આવીને બેસે તેને માતાજીના આશીર્વાદ મળ્યા હોવાનું માનવામાં આવે છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.