4 ડિસેમ્બરના રોજ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, ભૂલથી ના કરો 7 કામ નહિતો થઈ જશે અનર્થ…

ધાર્મિક

વર્ષ 2021નું છેલ્લું સૂર્યગ્રહણ આવતા મહિને ડિસેમ્બરમાં થવાનું છે. જે એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં દેખાશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, જેના કારણે તેના સુતક કાળ પણ માન્ય રહેશે નહીં પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરેકને પ્રભાવિત કરશે તેથી આ દિવસે કેટલીક વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. આપને જણાવીએ કે સૂર્યગ્રહણ વખતે શું કરવું અને શું ન કરવું?

આ 7 કામ ના કરો

1. સૂર્યગ્રહણના સમયે ભોજન કરવું વર્જિત માનવામાં આવે છે

2. કોઈ નવું કામ શરૂ ન કરો અને માંગલિક કાર્ય પણ ન કરો

3. નખ કાપવા, કાંસકો મારવો વર્જિત માનવામાં આવે છે

4. ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ના જોઈએ

5. છરીઓ અથવા તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં

6. ગ્રહણ પહેલા રાંધેલા ભોજનમાં તુલસીના પાન મૂકી દો

7. ગ્રહણ સમયે ઘરના મંદિરના દરવાજા બંધ કરી દો

ગ્રહણના સમયે આ કરવું જોઇએ

1. ગ્રહણ સમયે ઈષ્ટદેવની પૂજા કરો, તેમના મંત્રોનો જાપ કરો

2. સૂર્યગ્રહણમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે

3. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો

4. ગ્રહણ સમાપ્ત થયા પછી ઘરની સફાઈ કરો

5. ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો

સૂર્યગ્રહણનો સમય

જ્યોતિષનું કહેવું છે કે ચંદ્રગ્રહણ બાદ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર, 2021 શનિવારના રોજ થશે. આ દિવસે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસનો દિવસ છે. સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે સવારે 10:59 વાગ્યે શરૂ થશે, જે બપોરે 03:07 વાગ્યે સમાપ્ત થશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *