માંડવવનના સૌદર્ય અને પથ્થરોની ગુફા વચ્ચે આવેલું મંદિર
ચોટીલાના માંડવવન વિડ વિસ્તારમાં આવેલ વર્ષો પુરાણા ઝરીયા મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં અનેક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટે છે. લોક વાયકામુજબ પાંડવોએ વનવાસ કાળ દરમિયાન આ મંદિરની સ્થાપના કરેલ છે. અહીં કુદરતી રીતે ઝરતા પાણીથી મહાદેવનો જળાભિષેક થતો હોવાથી ઝરીયા મહાદેવનામ પડ્યુ છે.
ચોટીલાથી 15 કિ.મી દુર થાન તરફ જતા માંડવવનની વીડમાં પથ્થરની ગુફામાં ઝરીયામહાદેવ બીરાજમાન છે. અહીં શિવલીંગ પર પાણીની ધારા 365 દિવસ સતત ઝરતી રહેતા અવિતણ પણે કુદરતી રીતે શિવલીંગનો અભિષેક થતો રહે છે. અહીં શ્રાવણમાસ દરમિયાન દર્શનનુ મહત્વ હોવાથી ચોટીલા, થાન, સુરેન્દ્રનગર , રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો દર્શને ઉમટે છે. લોકવાયકા મુજબ પાંડવોએ આ માંડવ જગલ માં વનવાસ માટે આવ્યા હતા. તે દરમિયાન આ ભગવાન શંકરની પૂજા પાઠ કરવામા માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવ્યાની લોક માન્યતા છે.
365 દિવસ શિવલીંગપર ગંગાજી જળાભિષેક કરતા હોવાથી ઝરીયા મહાદેવ નામ પડ્યું
ચોટીલાના મહેન્દ્રભાઈ ઉપાધ્યાયએ કહ્યું કે, અત્રિઋષીએ આ શિવલિંગની સ્થાપના કરવી હતી ત્યારે પત્ની અનસૂયાને જળનો પ્રબંધ કરવા કહેતાં તે ન મળતા ઋષીએ યોગસાધનાથી અહીં ગંગાજીનું અવતરણ કરાવ્યુ હતું. જેથી શિવલિંગ પર કુદરતી ઝરતુ હોવાથી ઝરીયા મહાદેવના પડ્યુ હતું.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.