વાઘ બારસને દિવસે ઓળખવામાં આવતા ગોવત્સ દ્વાદશી નું મહત્વ, વ્રત વિધિ , કથા અને જાણો શા માટે કરવામાં આવે છે માં સરસ્વતીની પૂજા…

ધાર્મિક

તહેવારોના ‘રાજા’ દિવાળીને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે.  વાઘ બારસની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે અને તેની સાથે જ દિવાળીના તહેવારોનો પણ પ્રારંભ થઇ જશે.

વાઘ બારસને વિવિધ ૩ નામોથી ઓળખવામાં આવે છે. જેમકે વાક બારસ, વાઘ બારસ, અથવા  વસુ બારસ.  આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે.

વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે.

ઉપરાંત બારસને ‘વાઘબારસ’ તરીકે ઓળખવામાં આવી છે.  વાઘ સામર્થ્યનું પ્રતીક છે.  મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે,  પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે.  એ આસાન માર્ગ નથી.  એટલે જોખમ ખેડવાનું છે.  એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.

વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે.  એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં.  ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવતું હોઇ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરીને તેને ખોરાક ખવડાવવાની પણ પરંપરા છે.

આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે.  અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે.

ગોવત્સ દ્વાદશીનું કથા

ગોવત્સ દ્વાદશી સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે. એક કથા અનુસાર રાજા ઉત્તાનપાદ અને તેમની પત્ની સુનીતિએ સૌથી પહેલાં આ વ્રત કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી જ તેમને ભક્ત ધ્રુવ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ માટે નિસંતાન પતિ-પત્નીએ ઉત્તમ સંતાન મેળવવા આ વ્રત કરવું જોઇએ. આ દિવસે ગાયની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.