હિમાચલ પ્રદેશમાં ઘણા બધા અદભૂત તિર્થ સ્થળ છે. જેમાં એક મંદિર એવુ છે કે જે 6 મહિના પાણીની અંદર અને 6 મહિના પાણીની બહાર રહે છે.

ધાર્મિક

કાંગડાના મણ્ડ એરિયાથી પસાર થનારી પોંગ ઝરણા પાસે પાંડવો દ્વારા અજ્ઞાતવાસ દરમિયાન નિર્મિત એક લડી પણ છે. પોંગ ઝરણા પાસે જલસ્તર વધવાને કારણે 6 મહિના સુધી પાણીમાં અને 6 મહિના પાણીથી બહાર રહે છે. આ સ્થળ પર એક સીડી ઉંચી મિનાર છે.

જ્યારે આ તિર્થ સ્થળ પાણીની બહાર હોય છે ત્યારે ઘણા પર્યટક સ્થળને જોવા આવે છે. ઘણા ઓછા લોકો આ તિર્થસ્થળનો ઇતિહાસ જાણે છે. કહેવામાં આવે છે કે પાંડવોએ આ સ્થળનું નિર્માણ કર્યુ હતુ. સ્વર્ગ જવા માટે આ જગ્યાનું નિર્માણ થયુ હતુ. પાંડવોએ 6 માસની એક રાત બનાવીને આ સ્થળનું નિર્માણ કર્યુ હતુ. સ્વર્ગ સુધી પહોંચવા માટે હજુ થોડુ નિર્માણ બાકી હતુ ત્યારે તેલ કાઢનારની પત્નીએ કહ્યું કે મે 6 મહિના કામ કર્યુ પણ રાત તો પતતી જ નથી. આવુ કહેતાની સાથે જ સિડીયો પડી ગઇ અને પાંડવો તેને અધૂરુ મુકીને નિકળી ગયા.

પાંડવો દ્વારા તેની અંદર શિવ મંદિર બનાવ્યુ હતુ. સ્નાન માટે કુવો તૈયાર કરવામાં આવ્યો હતો. 6 માસ પાણીની અંદર રહેવા છતાં આ સ્થળની નક્શીકામમાં કોઇ ફર્ક પડ્યો નહી.

આ સ્થળને જોવા માટે ઘણા પર્યટકો આવે છે પરંતુ તેના સંરક્ષણમાં સરકાર પણ કોઇ પગલુ ભરતી નથી. દર વર્ષે પર્યટન સ્થળોન વિકાસ માટે સરકાર રૂપિયા ખર્ચે છે પરંતુ આ સ્થળ હજુ તેવુ ને તેવુ જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *