માતાનો મઢ માં આશાપુરા નો ઇતિહાસ અને જાણો તેના ચમત્કાર વિશે…

ધાર્મિક

કચ્છ ના લતપત તાલુકા માં માતા નો મઢ એક  પ્રખ્યાત ધર્મ સ્થળ છે અહી બિરાજતા દેશ દેવી માં લખો ભગતો નો માનવ મહેરામળ ઉમટી પડે છે માં ના પ્રાગટ્ય વિશે પ્રવીણ વાઠેરા જણાવે છે કે માતા ની મૂર્તિ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી .માતા ના મઢ ની સ્થાપના વિશે અનેક દંત કથાઓ પ્રવતે છે

કહેવાય છે કે કચ્છ ની ધનહારી મોતા નું પ્રગટ્યા દોઢ હજાર વર્ષ પહેલા થયેલુ . દેવચંદ નામે મરવાળ નો એક જેંન વાળિયો  વેપાર માટે કચ્છ આવેલો. કચ્છ ની ધાર પર ફરી રહેલો હતો. ફરતા ફરતા એ વાળિયો કચ્છ ની એ જગ્યા પર આવી પહોંચે છે જયા માતા નો મઢ છે વેપારી ત્યાં પહોંચઈયો ત્યારે અષાઢ મહિનો ચાલી રહેલો હતો વેપારી વાણિયા એ ત્યાં માતાજી ની સ્થાપના કરી રોજે ભક્તિ ભાવ થી પુજા કરતો વાણિયો દિન રાત ભક્તિ માં લીન રહેછે માતાજી તેના ભક્તિ ભાવ થી પ્રશન થાય છે અને સપના માં દર્શન આપે છે અને કહે છે દીકરા હું તારા ભક્તિ ભાવ થી ખુશ થાય તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારુ પુજા ભક્તિ કરે છે ત્યાં જ મંદિર બનાવી મારી પુજા ભક્તિ કરજે પરંતુ મારૂ મંદિર બનાવી 6 મહિના સુધી મંદિર ના દવાર ઉઘાડ તો નહીં વેપારી ત્યાં જ રહેવા લાગે છે દરવાજે બેસી ને પુજા કરે છે 5 મહિના વીતી જાય છે ત્યારે એક દિવસ ગીત નો અવાજ આવે છે મંદિર પાછળ માતા ની વાત ભૂલી તે મંદિર ખોલી અંદર જાય છે ત્યાં મારા ની આલોકિક મૂર્તિ ના દર્શન થાય છે અર્ધ મૂર્તિ નું નિર્માણ થયેલુ હતું તેના કૃત્ય બદલ માતા ના ચરણો માં પડી ને માફી માંગે છે માતાજી એ તેને માફ કરી દીધો અને કહિયું ક માંગ ત્યારે શું જોઈએ ત્યારે તેમને પુત્ર માંગ્યો માતા એ તેની આશા પરી કરી ત્યાર થી માતાજી નું નામ આશાપુરા પડીયું.

માતાના મઢ તરીકે જાણીતા સ્થાન પર ભક્તોની છે અપાર શ્રદ્ધા. એક વાર અહીં આવી માતા આશાપુરા સમક્ષ ઈચ્છા રજુ કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આથી જ તો માં આદ્યશક્તિના આ સ્વરૂપને ભાવિકો પૂજે છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લગભગ 90 થી 100 કિલોમીટરના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે. મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો વચ્ચે આશાપુરા માતાનું ભવ્ય મંદિર આવેલું છે.

મંદિરમા આશાપુરા માતાની મૂર્તિ છે. આ મૂર્તિ 6 ફુટ ઊંચી અને 6 ફુટ પહોળી છે. જેમાં માં સ્વયંભુ મૂર્તિરૂપે બિરાજમાન છે. માતાજીના મંદિરના નિર્માણની વાત કરીએ તો માતાના મંદિરનું નિર્માણ 550 વર્ષ પહેલા એટલે કે 14 મી સદીની આસપાસ નિર્માણ થયેલ હોવાનું માનવામાં આવે છે. રાજાશાહી દરમિયાન આ મંદિર બનાવવામાં આવ્યું હતું. અહીં માના દર્શને આવતા પદયાત્રીઓ જોવા મળે છે. જે બાધાઓ અને માનતાઓ લઈને આવે છે.

માના આશીર્વાદ લેવા આવેલા અનેક ભક્તોને જ્યારે માર્ગમાં નિહાળીએ ત્યારે એવું લાગે જાણે રણપ્રદેશમાં મીઠી વીરડી સમાન છે માં આશાપુરાનું નામ. અહીં માં બિરાજમાન હોવાથી દેશ વિદેશમાં માનું પ્રસિદ્ધ ધામ માતાના મઢ તરીકે જણીતુ છે. માતાના મઢમાં પ્રાંગણમાં પહોંચો એ પહેલા અહીં માતાને અર્પણ કરવા માટે પ્રસાદ લેતા ભક્તો જોવા મળે છે. હૃદયમાં દિવ્ય સ્પંદનો સાથે માં ના ભક્તો અહીં પહોંચે છે.

માના મંદિરના ગર્ભગૃહમાં આવી અને માતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરી લોકો ધન્ય બને છે. મઢવાળી માં આશાપુરાનું આ દિવ્ય સ્વરૂપ લોકોને આકર્ષિત કરે તેવું છે. માતાના મુખના દર્શન કરતાં તેમના નેત્રો નજરે પડે છે. જેમાંના સાત તેજસ્વી નેત્રોમાંથી પાંચ નેત્રો સોનાના છે. આશાપુરા માંના નેત્રોનો પણ વિશેષ મહિમા છે. કહેવાય છે કે જે કોઈને આંખોની રોશની ના હોય તે અહીં આવીને માતાની માનતા રાખે છે. જેથી માં આશાપુરા તેના જીવનમાં છવાયેલો અંધકાર દૂર કરી દે છે.

તેમજ ભક્તો સાચા મનથી માં ની ભક્તિ કરે અને માનતા માને તો માં તેમની તમામ મનોકામના પૂર્ણ કરતા હોવાની માન્યતા છે. માનતા પૂર્ણ થતા અનેક ભક્તો અહીં પધારે છે. માં ના દ્વારે આવતા સૌ લોકોની આશા માતા પૂરી કરે છે. માતાનો મઢ કચ્છનું સૌથી મોટું ધામ છે. જેના દર્શન કરવા કચ્છી ભાઈઓની આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલી પરંપરા બની ગઈ છે. અહીં સાક્ષાત મા આશાપુરાનું સ્વરૂપ બિરાજમાન છે અને આ રૂપ સાથે માના પ્રાગટ્યની અનોખી કથા જોડાયેલી છે.

એવું કહેવાય છે કે આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા દેવચંદ નામનો વાણિયો કચ્છમાં આવ-જા કરતો. તે દરમિયાન તેણે આજે માંનુ મંદિર છે ત્યાં નવરાત્રિમા માંની સ્થાપના કરી અને ભક્તિભાવપૂર્વક માની આરાધના કરી. તેની આ ભક્તિ જોઈ માતાજી પ્રસન્ન થયા અને તેને સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારુ મંદિર બનાવવું પરંતુ સાથે જ એવી ચેતવણી આપી કે મંદિરના દરવાજા છ મહિના સુધી ખોલવા નહીં.

તે ખૂબ રાજી થઈ ગયો તેને મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાડી કરવા ત્યાં જ આવીને રહેવા લાગ્યો. એક પછી એક એમ પાંચ મહિના પસાર થઇ ગયા. ત્યારે દેવચંદને મંદિરના દ્વાર પાછળથી ઝાંઝર અને ગીતની મધુર ધ્વનિ સંભળાવા લાગી. આ સાંભળીને દેવચંદની અધીરાઈ પતી ગઈ અને તેણે મંદિરના દ્વાર ખોલી નાખ્યા.

મંદિરમાં પ્રવેશતા જ દેવચંદને થયા દેવીની ભવ્ય મૂર્તિના દર્શન: પરંતુ તેને એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી નાખ્યા હોવાથી માં નું સ્વરૂપ જ પ્રગટ થયું. તેણે માતાજીની માફી માગી અને તેની ભક્તિથી પ્રસન્ન હોવાથી માએ તેને માફ કરી વરદાન માગવાનું કહ્યું. કહેવાય છે કે દેવચંદે પુત્ર રત્નની માંગણી કરી અને માએ તે પૂર્ણ કરી. દેવચંદભાઈની આશા પૂર્ણ કરી હોવાથી માં ઓળખાયા આશાપુરા ના નામે ઓળખાયા.

જેમાં નવરાત્રિમાં છેલ્લા દિવસે માતાજીની મૂર્તિ પર રાખેલુ ફૂલ આપમેળે ત્યાંના રાજાના વંશજના ખોળામાં આવી જાય છે. માં આશાપુરા જાડેજા તથા ચૌહાણ કુળના કુળદેવી છે. 2016 માં નાસા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ વિશ્વની એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાં મંગળ ગ્રહના પથ્થર જેવા અવશેષો મળી આવ્યા છે.

અહીંયા ટ્રસ્ટ દ્વારા મંદિરનું સંચાલન થાય છે. મંદિરની સેવા પૂજા માટે જાગીર ટ્રસ્ટ અને આ સિવાય આશાપુરા ભંડાર અને અતિથિ ગૃહ ટ્રસ્ટ સંચાલિત ભૂમિકા ભજવી રહ્યા છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓના શિક્ષણ સહાય માટે શ્રી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ કાર્યરત છે. શ્રદ્ધાળુઓને રહેવા માટે 70 થી વધારે રૂમ છે જેમાં કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *