નવરાત્રીમાં રૂપિયાનો થશે વરસાદ, નવરાત્રી દરમિયાન કોઇ એક દિવસે કરો આ નાનકડો ઉપાય…

ધાર્મિક

જે દેવી તમામ જીવોમાં શક્તિ સ્વરૂપે રહે છે તેને નમસ્કાર છે, નમસ્કાર છે.  અ-સુરોના સં-હાર માટે દેવતાઓએ શક્તિનું આહ્વાન કર્યું.  એ જગત જનની શક્તિની આરાધના આપણે આજ પણ નવરાત્રિ દરમિયાન કરીએ છીએ.  તો શક્તિ જેના વિના ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ અપૂર્ણ છે.  આ જે પરાશક્તિ છે તેનું નામ છે ભગવતી દુર્ગા.

માંની અવકૃપા માત્ર માની પૂજાથી જ ઠીક થાય છે. તેની સરખામણીમાં કોઈ નથી. માં જગતજનની છે. જગત જનની મા દુર્ગાની પ્રાગટ્ય વિશ્વના કલ્યાણ માટે છે. તે ભક્તોને અભયદાન આપનારી છે. અસુરોનો નાશ કરનારી છે. તેનો એક જ હેતુ છે કે પ્રાણી માત્રનું કલ્યાણ કરીને તેને મોક્ષ તરફ લઈ જવા.

તે પોતાના બાળકની દિવસરાત રક્ષા કરે છે. તેનું જીવન મંગળમય બનાવે છે. નવરાત્રિના નવ દિવસોમાં જો ઘરમાં આ ઉપાય કરવામાં આવશે તો મહાલક્ષ્મીની કૃપા તમારા ઘર પરિવાર પર વરસશે.

જ્યોતિષી વિદ્વાનોનું માનવું છે કે દેવી લક્ષ્મીને ગોમતી ચક્ર બહું જ પસંદ છે.  જ્યારે પણ ઘરમાં લક્ષ્મી પૂજન કરો ત્યારે તેને અવશ્ય સાથે રાખો.  મનની ઈચ્છા પૂરી થશે. જો મનની ઈચ્છા પૂર્ણ ન થતી હોય તો એક લાલ કપડાંમાં બે ગોમતી ચક્ર બાંધીને ઘરના ઉંબરે લટકાવી દો.  પૈસા આવવાનો રસ્તો ખુલવા લાગશે.

કુશળ વિદ્વાન પાસે શુભ મુહૂર્તમાં લક્ષ્મી પૂજન કરાવો. પૂજામાં 11 ગોમતી ચક્ર રાખો.  તે પછી તેને લાલ કપડાંમાં બાંધીને પોતાના ગલ્લા કે તિજોરીમાં રાખી દો.  ધનથી ભરેલા રહેશે તમારા ભંડાર.

ગોમતી ચક્રનું વિધિ વિધાનથી પૂજન કરીને તેને પોતાના શરીર પર કે પર્સમાં રાખી લો.  ક્યારેય આર્થિક સ્થિતિથી પરેશાન નહિં થાવ.  ગંભીરથી ગંભીર રોગ દૂર ભગાવવા માટે 7 ગોમતી ચક્ર રોગીની ઉપરથી સાત વાર ઉતારીને પાણીમાં વહાવી દો.  સંજીવની બૂટી જેવો પ્રભાવ ત્વરિત જોવા મળશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *