ભારતનું એક અનોખુ મંદિર જ્યાં ભગવાન શિવના આ મંદિરમાં ઝઘડો કરવો જરૂરી છે જાણો તેનું રહસ્ય…

ધાર્મિક

લક્ષ્મણનગરીના નામથી ઓળખાતા લખનઉનો રંગ અનોખો છે. જ્યાં ગંગા-જમનાનો રંગ તેને અન્ય શહેરોથી અલગ પાડે છે, તો બીજી તરફ અહીંની ઈમારતો પ્રવાસીઓને આકર્ષે છે. અહીં સ્થાપિત ધાર્મિક સ્થળો પણ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અલીગંજના જૂના હનુમાન મંદિરના ખડક પર ચંદ્રની નિશાની હિન્દુ-મુસ્લિમ એકતાની નિશાની છે, પછી ચોકના અલી અને બજરંગ બલીના અખાડામાં હિંદુ-મુસ્લિમની એકતા દેખાઇય છે. આવું જ એક અનોખું શિવ મંદિર છે જ્યાં ભગવાન શિવનું નામ લેવાની સાથે ઝઘડો કર્યા વિના કોઇ શુભ કામ નથી થઇ શક્તું. થોડી ક્ષમો માટે પણ મંદિરમાં આયોજનને લઇ ઝઘડો જરૂરથી થાય છે. અહિંયા ભગવાન શિવની આરાધના કરવા માત્રથી તમામ પ્રકારની દુ:ખોનો નાશ થાય છે. રૂદ્રાભિષેક કરીને શ્રદ્ધાળું પોતાની મનોકામના પૂર્ણ કરવા કરવાની માનતા રાખે છે. મહિલાઓ સોમવારે વ્રત રાખીને પસંદગીનું વરદાન મેળવવા માટે અહિંયા આવે છે.

રાજાબજારના ડેગવાળી ગલી સ્થિત ઝઘડેશ્વર મહાદેવની સ્થાપના ક્યારે થઇ હતી, તે વિશે તો કોઇને જાણકારી નથી. પરંતુ કહેવામાં આવે છે કે, આ મંદિર સદીઓ જૂનું છે. અહિંયા થોડી નજીક એક કિલ્લો હતો જેમાથી શિવલિંગ મળ્યું હતું અને તેની સ્થાપના કરી દેવામાં આવી. 1938માં મંદિર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું. માન્યતા છે કે, ઝઘડેશ્વર મહાદેવના દર્શન કરવાથી ઝઘડો શાંત થઇ જાય છે.

દરેક સોમવારે રૂદ્રાભિષેક સાથે જ સવારે શિવાર્ચન તથા સાંજે ફૂલોથી બાબાને શ્રૃંગાર કરવામાં આવે છે. દર્શન માટે આવનારા શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય માટે મહિલાઓ અને પુરૂષોની અલગ-અલગ લાઇનો લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મંદિરના પુજારી અંબિકેશ્વર તિવારીએ જણાવ્યું કે, મંદિરની સ્થાપનાથી લઇ અત્યાર સુધી ઝઘડો કર્યા વિના કોઇ પણ પ્રકારનું આયોજન થતુ નથી, પરંતુ થોડા સમય બાદ બાબા તમામ વસ્તુ ઠીક કરી નાંખે છે. ઝઘડો શાંત કરવા માટે લોકો દર્શન માટે આવે છે. મંદિરમાં દર્શન માત્રથી જ તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *