આ છે તર્પણ માટેનાં શ્રેષ્ઠ તીર્થસ્થાન, પિંડદાન તર્પણ કરવાથી પિતૃઓને મળશે મોક્ષ…

ધાર્મિક

આજથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે. પિતૃઓને તર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્તી થાય છે.  આ એવા સ્થાન છે જેનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે.  તીર્થસ્થાનો પર સવિધિ પિંડદાન તથા તર્પણ કરવા માટે પિતૃ ક્ષેત્રોને પુરાણો અનુસાર બોધિગયા,  નાભિગયા અથવા વૈતરણી, પદગયા અથવા પીઠાપુર, માતૃગયા અથવા સિદ્ધપુર અને બદરીનાથ એમ પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યા છે.

બોધિગયા

બોધિગયા ખૂબ જ પ્રાચીન, પ્રસિદ્ધ, પવિત્ર તીર્થસ્થાન છે.  જ્યાં પૂર્વજોનું પિંડદાન કરવામાં આવે છે.  તે બિહાર રાજ્યમાં ફલ્ગુ નદીના કિનારે મગધ ક્ષેત્રમાં આવેલું છે. બોધિગયાને વિષ્ણુનગરી પણ કહે છે. અહીં અક્ષયવટ સ્થાન છે જ્યાં પિતૃઓ નિમિત્તે કરવામાં આવેલું દાન અક્ષય હોય છે.  પિતૃગણ એવી આશા રાખતા હોય છે કે તેઓ ગયામાં પિંડદાન કરે અને પિતૃઋણમાંથી મુ-ક્ત બને.

નાભિગયા અથવા વૈતરણી

ઓરિસા રાજ્યમાં વૈતરણી નદીના કિનારે જાજપુર ગામમાં નાભિગયા આવેલું છે.  વૈતરણી નદી વિશે પુરાણોમાં કહેવાયું છે કે મૃ-ત્યુ બાદ દરેક વ્યક્તિએ આ નદીને પાર કરવી જ પડે છે.  જો વ્યક્તિએ પોતાના જીવનમાં શુભ કર્મ કર્યાં હોય તો તે આ નદીને સરળતાથી પાર કરી શકે છે.  આ સ્થાન પર પિતૃતર્પણ, પૂજા કરીને આપણા પૂર્વજોને આ નદી પાર કરાવી શકીએ છીએ.

પદગયા અથવા પીઠાપુર

તમિલનાડુ રાજ્યમાં પીઠાપુરમાં રાજમંદિર સ્ટેશન પાસે આ સ્થાન આવેલું છે.  અહીં પિતૃતર્પણની વિધિ કરાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે.

માતૃગયા અથવા સિદ્ધપુર

માતૃગયા ગુજરાત રાજ્યમાં મહેસાણા નજીક આવેલું છે.  એવું કહેવાય છે કે ભગવાન પરશુરામે પોતાની માતાનું પિંડદાન અહીં કર્યું હતું.  અહીંના બિંદુ સરોવરના કિનારે પિંડદાન તથા પૂજન કરવામાં આવે છે.  આ સિવાય ભરૃચ પાસે આવેલા ચાણોદને પિતૃતર્પણ માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે.

બદરીનાથ

હિમાલયના પહાડોમાં બદરીનાથ નજીક એક શિલા આવેલી છે જેનું નામ બ્રહ્મકપાલી છે,  એવું કહેવામાં આવે છે કે અહીં પિંડદાન તથા શ્રાદ્ધ કરવામાં આવે તો ફરીથી શ્રાદ્ધ કરવાની કોઈ જરૃરિયાત રહેતી નથી

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.