ઋષિ પંચમી સપ્ત ઋષિની પૂજા કરી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપથી મેળવો મુક્તિ

ધાર્મિક

ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમીએ ઋષિ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આજે અજાણતા કરાયેલી ભૂલો માટે ક્ષમા માંગવાની પરંપરા છે. આ તહેવારને ઋષિ પાંચમ કે સામા પાંચમના નામથી ઓળખવામાં આવે છે. આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્ત્વ રાખે છે. ઋષિ પાંચમ પર કરેલા વ્રતથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપના દોષ દૂર થઈ જાય છે.

માન્યતા છે કે સ્ત્રીઓને રાજસ્વલાના (પીરિયડ્સના) દિવસોમાં અનેક પ્રકારના દોષ લાગે છે. ઘણી વખત મહિલાઓ આ સમયમાં ઘરના મંદિરમાં જતી રહે છે, તુલસીનો સ્પર્શ કરી દે છે, આવા જ દોષ દૂર કરવા માટે ઋષિ પાંચમ પર સપ્તઋષિઓની પૂજા થાય છે અને પાપ માટે માફી માગવામાં આવે છે. એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે.

સામા પાંચમ વ્રત વિધિ

આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે. મોટે ભાગે સ્ત્રીઓ રજોદર્શન દરમિયાન જાણ્યે-અજાણ્યે થયેલાં દોષના નિવારવા માટે આ વ્રત કરે છે. આ વ્રત ઋષિપંચમી તરીકે પણ ઓળખાય છે. વ્રત કરનારે સવારે વહેલા ઊઠીને અઘેડાનું દાંતણ કરી, શરીર પર માટી ચોળી, માથામાં આંબળાની ભૂકી નાંખી નહાવું જોઈએ.

આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો. અનાજ ખાવું નહીં. સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિ ભાવથી પૂજા કરવી. આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું. ત્યાર બાદ તેનું ઊજવણું કરવું. એ વખતે અરુંધતી સહિત સપ્તઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી, યથાશક્તિ દાન-દક્ષિણા આપવી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *