ગાંધીનગરથી 10 કિમી દૂર આવેલું છે ઉનાવા ગામ. અહીં 400 વર્ષ જૂનું ગોગામહારાજનું પવિત્ર ધામ આવેલું છે. અહીં ગોગામહારાજ નાગદેવતા સ્વરૂપે બિરાજમાન છે. તેઓ શેષનાગનો અવતાર હોવાનું મનાય છે. અહીં દગાઈ માતા ચતુર્ભૂજ સ્વરૂપે બિરાજમાન છે. સાથે અખંડ જ્યોત પણ છે.
કહેવાય છે કે કરશનબાપા એક વખત ગાયો ચરાવવા નિકળ્યા ત્યારે તેમને ખુબ તરસ લાગી ત્યારે સિકોતેર માતાએ પ્રસન્ન થઈ તેની તરસ છીપાવી. એ સમયથી સિકોતેર માતા પણ અહીં બિરાજમાન છે. આ ધામ ગોગા સિકોતેરધામ તરીખે ખ્યાતી પામ્યું. આ મંદિરના પહેલા ગાદીપદી વાલજીબાપાને ગોગા મહારાજે સાક્ષાત દર્શન આપ્યા હતા.
માલધારી વાહજીભાઈ માધવજી દેસાઈને ત્યાં એક ગોવાળ કામ કરતો હતો. આ ગોવાળ ગોગાજી મહારાજનો પરમ ભક્ત હતો. દરેક પળે તે ગોગા મહારાજનું સ્મરણ કરતો હતો. આથી વાહજીભાઈ ગુ-સ્સે થઈ ગોવાળને ધમકાવ્યો કે કેમ આખો દિવસ ગોગા મહારાજનું નામ લે છે. ગોવાળ નિરાશ થઈ જતો રહ્યો.
વાહજીભાઈનું અભિમાન ઉતારવા નાગ સ્વરૂપે ગોગા મહારાજ ઉનાવા આવી પહોંચ્યા. સાંઢણીના પગે ડંશ દીધો. વાહજીભાઈને પોતાની ભૂલ સમજાતા માફી માંગી અને ગોગા મહારાજે સાંઢણીને સજીવન કરી. બસ ત્યારથી અહીં ગોગા મહારાજની પૂજા અર્ચના થાય છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.