આ વર્ષે રક્ષા બંધનનો તહેવાર 22 ઓગસ્ટે મનાવાશે. આ વર્ષના રક્ષા બંધના પર્વે સમગ્ર દિવસ દરમિયાન શુભ મુહૂર્ત હોવાથી બહેન દિવસમાં ગમે ત્યારે ભાઇને રાખડી બાંધી શકશે, આ વર્ષે 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી શુભ મૂહૂર્ત છે.
આ વર્ષે રાખીની તિથી 21 ઓગસ્ટથી જ બેસી જાય છે અને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધનમાં ઘનિષ્ઠ અને શોભન યોગ બની રહ્યો છે. આ બંને યોગ બનવાની કારણે આ પર્વનુ શુભ ફળ વધી જાય છે.
હિન્દુ પંચાગ મુજબ શ્રાવણના શુકલ પક્ષની પૂર્ણિમા તિથિ 21 ઓગસ્ટ સાંજે 3.45 મિનિટથી શરૂ થઇને 22 ઓગસ્ટ સાંજે 5:58 મિનિટ સુધી ચાલશે. રક્ષા બંધન ઉદયા તિથિમા 22 ઓગસ્ટે મનાવવામાં આવશે.
પૌરાણિક મહત્વની વાત કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણને મહારાણી દ્રોપદી દ્વારા શિશુપાલ વધ બાદ કપાયેલી આંગણી પર સાડીની પટ્ટી બાંધી દીધી હતી. જેને રક્ષાસૂત્ર માનતા શ્રીકૃષ્ણ ભગવાને તેને ભવિષ્યમાં રક્ષાનું વચન આપ્યું હતું. હુમાયુએ એક ભાઇની ફરજ અદા કરતા દુર્ગાવતીની રક્ષા કરી હતી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.