વાયરલ ફીવર આવે તો તરત જ આ 6 દેશી ઉપાય કરી લો, તાવ મટી જશે અને ઈમ્યૂનિટી પણ વધશે…

હેલ્થ

સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે.  તેને ઘરે જ ઠીક કરવાના બેસ્ટ નુસખાઓ જાણો.

વાયરલ ફીવરના લક્ષણો

– થાક

– મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો

– હાઈ ફીવર

– ખાંસી

– સાંધાઓમાં દર્દ

– દસ્ત

– ત્વચા પર લાલ રેશિઝ

– શરદી

– ગળામાં દર્દ

– માથામાં દર્દ

– આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો

– ઠંડી લાગવી

મોસમ બદલાતા જ આ વાતોનું રાખો ધ્યાન

દિવસમાં 8 – 10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.

ડેઈલી ડાયટનું ધ્યાન રાખો.

લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.

આ નુસખાઓ અપનાવો

1. 1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10 – 12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો.

2. તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4 – 5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3 – 4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.

3. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે.

4. રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.

5. તાવ આવે ત્યારે ઈમ્યૂનિટી લો થઈ જાય છે. એવામાં વાયરલ ફીવરમાં ગિલોયનું સેવન લાભકારક છે. તમે ગિલોયની ટેબલેટ અથવા તેનો ઉકાળો બનાવીને પી શકો છો.

6. વાયરલ ફીવરમાં આદુવાળી ચા બેસ્ટ છે. તેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. ગળાના દુખાવામાં રાહત મળે છે અને શરદી ખાંસીમાં પણ આરામ મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *