રામનવમીના દિવસે કરો આ 5 કામ થઇ જશો માલામાલ…

ધાર્મિક

ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના ભક્તિભાવથી કરે છે.

રામનામ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત રામ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. રામને બદલે રામ… રામ… બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને રામનામનો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હૃદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી રામ…રામ…નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટીના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને વાલ્મીક કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુ:ખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈ આ દુષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.

રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ઉપ એટલે પાસે અને વાસ એટલે વસવું અથવા રહેવું. ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

1. રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવી.

2. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માગો છો તો રામ નવમીના દિવસે તેમનું ધનુષ્ય પ્રત્યંચા વાળુ સ્વરૂપમાં પૂજનમાં રાખવો.

3. નવરાત્રીના નવમા દિવસે એટલે કે રામનવમી ના દિવસે મા દુર્ગા નો નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના કરવી. તે ઉપરાંત પોતાની શક્તિ પ્રમાણે નવ દીવા પ્રગટાવવા.

4. રામ નવમી ના દિવસે રામરક્ષાસ્ત્રોત, રામ મંત્ર હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ કરવાથી પુણ્ય જ નહીં પરંતુ તેની સાથે ધન લાભ નિરંતર વધવાના યોગ જાગ્રત થાય છે.

5. રામનવમીના દિવસે કુંવારી કન્યાઓને ભોજન કરાવવું. અને મંદિરમાં કેસરી રંગની ધ્વજા ચઢાવી. કન્યાઓને પ્રસાદ ના સ્વરૂપ માં પીળું ફૂલ, પીળી બંગડી, અને પીળા કલરના કપડાં આપવા.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *