ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને સારી લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો ….
1). તમે ઘરે ખમણ બનાવો છો આ વાતનું ધ્યાન રાખો ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસીડ અને ખાવાનો સોડા ભેળવવાથી તે એકદમ પોચા અને જાળીવાળા બનશે
2) સાબુદાણાની ખીચ્લી સ્વાદિષ્ટ બનાવવા માટે: સાબુદાણાની ખીચડી પર ફરાળી મસાલો ભભરાવવાથી તે વધારે સ્વાદિષ્ટ વાગે છે
3) કોબીઝનું શાક સ્વાદિષ્ટ બનાવવા માટે : કોબીજનું શાક થઈ જાય ત્યાર બાદ શાકમાં શેકેલા સીંગદાણા ભેળવવાથી શાકનો વધારે સારો સ્વાદ આવશે .
4) ગુલાબજંબુની ચાસણી ઠંડી થયા પછી તેમાં ૩-૪ ટીપાં કેવડાનું એસન્સ ભેળવી પછી તેમાં ગુલાબજાંબુ નાખો .
5). પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં ગોળની સાથે બે બાફેલા બટાકાનો છૂંદો ભેળવવાથી તે મુલાયમ બનવાની સાથે તેલ પણ ઓછું વપરાશે
6). પાપડ , ખાખરા વગેરેને કાચ કે પ્લાસ્ટિકના એરટાઈટ કન્ટેનરમાં રાખવાથી ભેજ નહીં લાગે .
7). મલાઇમાંથી ઘી બનાવતાં પહેલાં તપેલી પર સહેજ તેલ લગાવી અને પછી મલાઇઃ કરવાથી તે તપેલીમાં ચોંટશે નહી .
8) દાળ કે શાક બળી જવાની વાસ બેસી જાય તો શું કરશો? દાળ કે શાક બળી જવાને કારણે આવતી વાસને દૂર કરવા તેમાં ટામેટું સમારીને નાખવાથી વસ દુર થશે
9) શાક અને ફળને એક જ થેલી કે વાસણમાં રાખવા નહીં કેમ કે તે ઝડપથી બગડી જશે
10). લીલાં શાકભાજી વાસી થઈ ગયા હોય તો ઠંડા પાણીમાં લીંબુનો રસ નાખી તેમાં પલાળી રાખવાની તાજા થઈ જશે .
11). લોટ બંધાઈ ગયા પછી તેમાં મીઠું ન નાખવું અને તેલ વાળો હાથ કરી લગાવી લોટને બે – ત્રણ દિવસ ફ્રીજ માં બટર પેપરમાં વીંટાળીને રાખવો
12) લીંબુ સુકાય નહિ લાંબા સમય સુધી તાજા રાખવા શું કરશો? લીંબુ સૂકાઈ ન જાય એ માટે તેના પર મીણબત્તી સળગાવી મીણનું પાતળું પડ ચડાવી દેવાથી લીંબુ ધણા દિવસો સુધી તાજા રહેશે
13) કોફીની બોટલ ફ્રીજમાં રાખવાથી કોફીમાં ગઠા બાઝી નહીં જાય અને લાંબા સમય સુધી સારી રહેશે
14) બટાકાને બેક કરતાં પહેલા વીસ મિનિટ અગાઉ મીઠાવાળા પાણીમાં બોળી રાખી પછી ઓવનમાં મૂકે ઝડપથી બેક થઈ જશે .
15). લીમડાને સિલ્વર ફોઈલમાં લપેટીને રાખવાથી તે એક મહિના સુધી તાજો રહેશે
16). બરફની ટ્રે ફ્રીઝરમાં ચોંટી જાય છે શું કરશો? બરફની ટ્રે ફીજરમાં ચોંટી જતી હોય તો તેની નીચે મીણિયું રાખવાથી ચોટશે નઈ .