મહાભારત અનુસાર કઇ તિથિ પર શ્રાદ્ધ કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે? જાણો

ધાર્મિક

ભાદ્રપદ માસની પૂર્ણિમાથી લઇને અશ્વિન માસની અમાસ સુધીનો સમય પિતૃ તર્પણ, શ્રાદ્ધ તેમજ પિંડદાન માટે ઉત્તમ માનવામાં આવે છે.

મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધના સંબંધમાં વિસ્તારથી જણાવ્યું છે. કોઇ પણ તિથિ તેમજ નક્ષત્રમાં શ્રાદ્ધ કરવાથી તેનું ફળ મળે છે. તેની જાણકારી આ પ્રમાણે છે.

1. મહાભારત અનુસાર, પ્રતિપદા તિથિ પર પિતૃની પૂજા કરવા પર સુંદર અને સુયોગ્ય સંતાનોને જન્મ આપનારી સ્વરૂપવાન પત્ની પ્રાપ્ત થાય છે.

2. દ્વિતિયા તિથિ પર શ્રાદ્ધ કરવાથી ઘરમાં કન્યા પેદા થાય છે.

3. તૃતીયા તિથિ પર શ્રાદ્ધ કરવાથી ઘોડા મળે છે

4. ચતુર્થી પર શ્રાદ્ધ કરવાથી ઘણા નાના પશુઓની પ્રાપ્તિ થાય છે.

5. પંચમીના દિવસે શ્રાદ્ધ કરવાથી પુત્રોની પ્રાપ્તિ થાય છે.

6. ષષ્ઠી તિથિએ શ્રાદ્ધ કરવાથી સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે.

7. સપ્તમી પર શ્રાદ્ધ કરવાથી ખેતીમાં લાભ થાય છે.

8. અષ્ટમી પર શ્રાદ્ધ કરવાથી વ્યાપારમાં લાભ થાય છે

9. નવમી પર શ્રાદ્ધ કરવાથી ઘોડા – ખચ્ચર જેવા પશુઓની વૃદ્ધિ થાય છે

10. દશમી પર શ્રાદ્ધ કરવાથી ગૌ ધનમાં વૃદ્ધિ થાય છે

11. એકાદશી પર શ્રાદ્ધ કરવાથી વાસણ અને કપડા પ્રાપ્ત થાય છે અને ઘરમાં બ્રહ્મતેજથી પુત્રોનો જન્મ થાય છે.

12. બારસે શ્રાદ્ધ કરવાથી મનુષ્યના ત્યાં સોના ચાંદી તેમજ ધનમાં વૃદ્ધિ થાય છે.

13. તેરસે શ્રાદ્ધ કરનારો પુરુષ પોતાના જાતિ બંધુઓથી સન્માનિત થાય છે

14. અમાવસના દિવસે શ્રાદ્ધ કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *