અતિ પ્રાચીન સીધેશ્વર મહાદેવ મંદિરનો અદ્ભુત ઈતિહાસ, અને જાણો પૌરાણિક કથા….

ધાર્મિક

અતિ પ્રાચીન અને ખુદ ક્રિષ્ના ભગવાને અહીં પૂજા કરી હોવાની માન્યતા સાથે જ્ઞાન વાવ નું અનેરું મહત્વ ધરાવતા આ શિવાલય માં માત્ર શ્રવણ જ નહીં પરંતુ બારે માસ શિવભક્તો ની ભીડ જોવા મળે છે.

મહાદેવ ના મંદિર પ્રાગણ માં અતિ પૌરાણિક એવી જ્ઞાન વાવ આવેલી છે જે વાવ ના પાણી થી હમેશા ભક્તો મહાદેવ ને રીઝવવા અભિષેક કરે છે.  આ વાવ મહાભારત વખત ની માનવામાં આવે છે દંત કથા મુજબ અહીં આ જ્ઞાન વાવ નું જળ લેવાથી જ્ઞાન ની વૃદ્ધિ થાય છે વળી પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ અહીં દર્શન કરી પરીક્ષા દેવા જાય છે.

દ્વારકાનું આ પર્શિધ શિવાલય સિદ્ધનાથ મહાદેવ નું સંકુલ 3000 ફુટ ના ઘેરા માં આવેલું છે.  યોગ સિદ્ધ મુનિઓ એ આ શિવલિંગ પ્રસ્થાપિત કર્યું હોય શિધેશ્વર તરીકે પર્શિધ થયું છે.  દ્વારકાના વેપારીઓ બારે માસ અહીં દર્શન કરી પોતાના ધનધા રોજગાર સરૂ કરે છે.  હાલ શ્રવણ મશ માં ભારે ટ્રાફિક જોવા મળે છે ભાવિકો મહિલાઓ મહાદેવને અભિષેક કરવા લાઈનોમાં ઉભા જોવા મળે છે.

આ મંદિરમાં જ્ઞાન વાવ ઉપરાંત ગર્ભ ગૃહ માં શિવલિંગ.  પાછળ પાર્વતીજી.   ડાબી બાજુ એ ગંગાજી ની પ્રાચીન મૂર્તિઓ પ્રસ્થાપિત થયેલ છે વળી આ પઁથકના મંદિરમાં જોવા ન મળતી કુબેરજી ની પૂજનીય મૂર્તિ પણ છે તેમના પરથી અનુમાન થઇ સકે કે પુરાતન કાળમાં અહીં કુબેર પૂજાનું મહત્વ પણ હશે.  પીપળાના વૃક્ષમાં લોકો બારે માસ પ્રિતુંને પાણી પાવા સાથે વાત સાવિત્રી વ્રત વખતે પણ પીપળાના વૃક્ષ નું પૂજન કરવા અહીં ભારે ભીડ રહે છે.

જગત મંદિર જેટલું જ આ જુના શિવાલય માં ભગવાન કૃષ્ણે પૂજા કરી હોવાની માન્યતા છે  સાથે 1986 માં હાલ ના જગતગુરુ સવરૂપાં નન્દ સરસ્વતીજી મહારેજે આ મંદિર નો જીનોધવાર કરેલ છે.  અહીં દર્શન કરવા આવતા સિવ ભક્તો ની તમામ મનોકામનાઓ સિદ્ધ થઇ જતી હોય સિદ્ધનાથ મહાદેવ ના મંદિરે ભાવિકો ની ભારે ભીડ રહે છે વળી દર સોમવારે વિવિધ શૃંગાર દર્શન અને મહા આરતી જેવા ધાર્મિક કાર્યકમો નો લાભ ભાવિકો શ્રાવણ માસ દરમ્યાન ભારે ભાવ પૂર્વક લે છે.

અહીંના વડીલો નું કહેવું છે કે પહેલા આ જગ્યાએ જંગલ હતું. એવું માનવામાં આવે છે કે જંગલમાં ઘાસ કા-પતી વખતે ભરવાડ ના ખંજવાળને કારણે શિવલિંગ માંથી લો-હી નીકળવાનું શરૂ થયું.  ભરવાડ ગભરાઈને ઘરે દોડી ગયો.  પછી ભગવાન તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમને તે જગ્યા સાફ કરવા કહ્યું.  જ્યારે ભરવાડે આ સ્થળની સફાઈ કરી ત્યારે તેણે શિવલિંગને જોયું.  વિસ્તારના લોકો રોજ શિવલિંગની પૂજા કરવા લાગ્યા.

લોકોને શિવલિંગની આજુબાજુ બાંધવામાં આવેલ મંચ મળ્યો.   વડીલોના મતે,  આ સ્થળે આવેલા લોકોની ઇચ્છાઓ પૂર્ણ થવા લાગી.  ધીરે ધીરે આ સ્થળ આસપાસના વિસ્તારમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત બન્યું.  કહેવાય છે કે કેટલાક લોકોએ શિવલિંગને ઉપાડવા માટે કેટલાક મીટર સુધી જમીન ખો-દી હતી પરંતુ શિવલિંગ નો છેડો મળ્યો ન હતો.  આજે પણ શિવલિંગ જમીનથી ઘણું નીચે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *