પેશાબ સંબંધી બધી જ સમસ્યાને જડમૂળથી દૂર કરશે આ અદ્ભુત દેશી ઉપાય, નહીં ખાવી પડે કોઈ પણ દવા…

હેલ્થ

આજકાલની રહેણીકરણી અને ખાનપાનને કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર થતાં જઈ રહ્યા છે અને એમાંય બાળકો અને વૃદ્ધોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે તેઓ બહુ જલ્દી બીમારીઓના સકંજામાં આવી જાય છે. જેથી તમારી તમામ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો ઉકેલ અને દેશી અને આયુર્વેદિક ઉપચાર વડે લાવી શકીએ તેનો અમે સતત પ્રયત્ન કરતાં રહીએ છીએ. જેથી આજે અમે આયુર્વેદના ખજાનામાંથી પેશાબ સંબંધી તમામ સમસ્યાઓને દૂર કરવાનો ઈલાજ લઈને આવ્યા છે. આ ખાસ ઉપચાર અજમાવવાથી પેશાબમાં થતી બળતરા, પેશાબમાં લોહી પડવું, પેશાબમાં પરૂં થવું, અટકીને પેશાબ આવવો વગેરે તમામ તકલીફ ઝડપથી અને સરળતાથી મટી જશે.

– પેશાબ ઓછો થતો હોય કે બંધ થયો હોય તો તાજી છાશમાં ગોળ નાંખીને પીવાથી પેશાબની અટકાયત મટે છે.

– પેશાબ અટકી અટકીને થવો, વધુ થવો અને બળતરા સાથે થવો, વગેરેમાં તલ ખાવાથી ફાયદો થાય છે.

– કેળનું ચાર-પાંચ તોલા પાણી ગરમ કરેલા ઘીમાં નાંખીને પીવાથી બંધાયેલો પેશાબ તરત જ છુટી જાય છે.

– રાત્રે ઘઉંને પાણીમાં પલાળી રાખી સવારે વાટી તેમાં સાકર નાંખીને હલાવો અને હલવો બનાવી ખાવાથી પેશાબ છુટથી થાય છે.

– આમળાના ચુર્ણમાં ઘી અને ગોળ મેળવી રોજ લેવાથી પેશાબની બધી તકલીફ મટે છે.

– પેશાબ અટકી અટકીને આવતો હોય તો એલચીનું ચુર્ણ મધમાં ચાટવાથી પેશાબ સાફ અને છુટથી આવશે.

– 100 ગ્રામ દૂધમાં ખાવાનો સોડા 1 ગ્રામ નાંખી દિવસમાં બે વાર પીવાથી પેશાબની છુટ થશે અને પેશાબમાં લોહી પડતું હોય તો તે પણ મટે છે.

– પાતળી છાશમાં બે આનીભાર સુરોખાર નાખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

– વરીયાળી શરબત બનાવી તેમાં જરાક સુરોખાર નાંખી પીવાથી પેશાબની બળતરા મટે છે.

– અર્ધા તોલા લીંબુના બીજનું ચુર્ણ કરી પાણી સાથે પીવાથી તરત પેશાબ છૂટે છે.

– પેશાબની બળતરા તથા અટકાયત થતી હોય તો ગરમ કરેલાં દૂધમાં સાકર અને ચોખ્ખું ઘી નાખી પીવાથી રાહત થાય છે અને તકલીફ મટે છે.

– ચોખાના ધોવાણમાં સાકર તથા ચપટી સુરોખાર મેળવી પીવાથી પેશાબ ઓછો થતો હોય તો વધે છે કોઈપણ કારણસર પેશાબ અટકતો હોય તો તે મટે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.