શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.આજે શીતળા સાતમનું વ્રત રાજ્યભરના અનેક વિસ્તારોમાં ઊજવવામાં આવશે. માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠ્ઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવાનું હોય છે. છઠ્ઠના દિવસે રસોઈ કરી ચુલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈપણ ગરમ વસ્તુ બનતી નથી.
સાતમના દિવસે સવારે સ્ત્રીઓ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાનપ્રાપ્તિ થાય છે. તેમજ બાળક જો વારંવાર માંદુ પડતું હોય તો તેને પણ માતાજી રોગમુક્ત કરે છે. તો ચાલો જાણી લો શીતળા સાતમની કથા વિશે.
આ શ્રાવણ માસ વદ પક્ષની સાતમના દિવસે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર દરેક સ્ત્રીઓ સવારે વહેલા ઊઠી ઠંડા પાણીથી સ્નાન કરી આખું દિવસ ટાઢું ખાઈ આ વ્રતનું પાલન કરે છે. આ દિવસે ચૂલો ના સળગાવવાંનો પણ અનેરો રીવાજ આ સાતમ સાથે જોડાયેલો છે. આ દિવસે વ્રત કરનાર દરેક સ્ત્રીઓ ધી નો દીવો કરી શીતળા માંની વાર્તા કરે છે અથવા સાંભળે છે. આ વ્રત કરવાથી ધન-ધાન્ય, સંતાન અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
સાતમની પૌરાણિક કથા
એક ગામના એક પરિવાર મા સાસુ-સસરા સાથે બે દેરાણી-જેઠાણી રહેતી હતી. બન્ને પુત્રવધુઓ ને ઘેર દેવ ના દીધેલ દીકરાઓ હતા. મોટી પુત્રવધુ સ્વભાવે ઈર્ષાળુ જયારે નાની પુત્રવધુ બહુ ભોળી અને પ્રેમાળ હતી. એક દિવસ શ્રાવણ માસ ની રાંઘણછઠ્ઠ ને દિવસે તેની સાસુએ નાની વહુ ને રસોઈ કરવા કહ્યું. નાની વહુ અડધી રાત સુધી રાંઘતી હતી ત્યાં ધોડિયા મા સૂતેલો દીકરો રોવા લાગ્યો આથી બધું કામ પડતું મૂકી વહુ તેના દીકરા ને સુવરાવવા સાથે સુવા ગઈ તો પોતે થાકેલી હોવાથી તેને પણ ઊંઘ આવી ગઈ. સમય વીતતો જતો હતો અને હજુ ચૂલો સળગતો હતો.
અડધી રાત વિતતા શીતળા મા ભ્રમણ કરવા નીકળેલા અને ફરતા-ફરતા નાની વહુ ના ઘરે આવ્યા ત્યાં ચૂલો હજુ ઓલવાયો ના હતો તેના લીધે શીતળા માં નું શરીર ઠંડું થવાને બદલે અગ્નિ થવા લાગી અને તેમનું આખું દેહ દાઝી ગયું. આ સાથે માતા એ નાની વહુ ને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવી જ રીતે તારું પેટ બળશે. સવાર આંખ ખુલતા નાની વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખા મા સૂતેલો દીકરો મૃત અવસ્થામાં હતો અને તેનું આખું શરીર દાઝી ગયું હતું.
નાની વહુ રુદન કરવા લાગી અને તેને સમજાય ગયું કે આ શીતળા માતાનો કોપ છે અને પોતે રડતી-રડતી સાસુ પાસે જઈને બધી વાત જણાવી આપી. સાસુએ ધીરજ રખાવતાં જણાવ્યું કે શીતળા માતા દિન દયાળી છે જેથી તેમની પાસે જઈ અરજ કરવાથી ફરી પાછુ બધું સારું થઈ જશે. આ નાની વહુ પોતાના દીકરી ને ટોપલા મા લઈને નીકળી.આગળ ચાલતા-ચાલતા સમય વીતતો ગયો અને આગળ જતા તેને બે પાણી થી ભરેલી તલાવડી જોય પરંતુ કોઈ તેનું પાણી પીતું નહતું અને જેણે પણ પીધું તે મૃત્યુ પામ્યું. આમ રસ્તામાં જે લોકો મળ્યા તેમના દુખ દર્દની કથા સાંભળતી નાની વહુ આગળ વધી.
વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ માજી દેખાયા, માજીએ તેને બોલાવી. માજીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે માજીની સેવા કરવાથી માજીએ કહ્યું ” જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો.” એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થઈ.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.