આજે શ્રાદ્ધ પક્ષનો થશે પ્રારંભ, 16 શ્રાદ્ધ દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ…

ધાર્મિક

20 સપ્ટેમ્બરથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે જે 6 ઓક્ટોબર સુધી રહેશે.  આપણે ત્યાં 16 શ્રાદ્ધ નાંખવાની પરંપરા છે.  પિતૃઓને શ્રદ્ધા સાથે યાદ કરવામાં આવે છે જેને ખરા અર્થમાં શ્રાદ્ધ કહેવાય છે.  આસો મહિનાના વદ પક્ષની એકમથી પિતૃમોક્ષ અમાસ સુધીનો સમય મહાલયા એટલે પિતૃ પક્ષ કહેવાય છે.

માન્યતા છે કે આ દિવસોમાં આપણાં પિતૃ દેવતા ચંદ્ર લોકથી ધરતી ઉપર આવે છે અને પોતાના વંશજના ઘરની અગાસી ઉપર રહે છે.  એટલે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ઘરની અગાસીમાં ભોજન પિરસવાની પરંપરા છે.

પૌરાણિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિએ દેવોની પૂજા કરતા પહેલા પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ.  જ્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે.  આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં ઘરના વડીલોનું સન્માન કરવામાં આવે છે અને મૃ-ત્યુ પછી શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.  આની પાછળ એવી માન્યતા પણ છે કે જો પૂર્વજોની પૂજા ન કરવામાં આવે તો તેમને મોક્ષ મળતો નથી અને તેમનો આ-ત્મા સતત ભ-ટકતો રહે છે.

પિતૃપક્ષની ઉજવણી કરવા માટે એક જ્યોતિષીય કારણ પણ છે.  જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃ દો-ષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.  જ્યારે કોઈ વ્યક્તિ સફળતાની ખૂબ નજીક પહોંચ્યા પછી પણ સફળતાથી વંચિત રહે છે,  બાળકોના જન્મમાં સમસ્યાઓ આવે છે,  પૈસાની ખોટ હોય છે,  ત્યારે જ્યોતિષ ગણતરી મુજબ પિતૃ દો-ષ હોય છે.  એટલા માટે પિતૃ દો-ષથી મુક્તિ મેળવવા માટે પણ પૂર્વજોની શાંતિ જરૂરી માનવામાં આવે છે.

પિતૃ પક્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો

એવું માનવામાં આવે છે કે આ 16 દિવસો દરમિયાન તમામ પૂર્વજો તેમના સ્વજનોને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે.  તેમને પ્રસન્ન કરવા માટે તર્પણ,  શ્રાદ્ધ અને પિંડ દાન કરવામાં આવે છે.  આ ધાર્મિક વિધિઓ કરવાનું ખુબ મહત્ત્વનું છે તેથી,  જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી રહ્યા છો,  તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

શ્રાદ્ધ પક્ષમાં કામ,  ક્રો-ધ,  લોભથી બચવું જોઈએ.  જે લોકો પોતાના માતા – પિતા,  કે ઘરમાં રહેલા વડિલો અને પરિવારના સભ્યોનું સન્માન કરતા નથી અને હંમેશાં અન્ય લોકોને જ મહત્ત્વ આપે છે,  તેમના ઘરમાં પિતૃ દેવતા અન્ન ગ્રહણ કરતા નથી.

આપણે ત્યાં શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મભોજન કરાવવાની પરંપરા છે.  આ દિવસોમાં જેટલુ દાન – પુણ્ય કરવામાં આવે તેનુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.  શ્રાદ્ધ પક્ષમાં ઘરમાં શાંતિ રાખવી જોઈએ.  ઘરમાં ક્લેશ અને અવાજ ન કરવો.  સાથે જ,  ઘરમાં સાફ – સફાઈનું ખાસ ધ્યાન રાખો.  શ્રાદ્ધમાં નિર્ધનને અનાજ અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. પશુ – પક્ષીઓના આહાર અને પાણીની વ્યવસ્થા કરો.  નાના બાળકોને ભોજન કરાવો.  ગાય – કૂતરા અને કાગડાને ભોજન આપો.  અસહાયની મદદ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ધર્મ વેદ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published.